VADODARA: નવસારીની યુવતીના આપઘાત કેસમાં ઓએસીસ સંસ્થાના ટ્રસ્ટી સંજીવ શાહ ક્રાઇમ બ્રાન્ચ સમક્ષ હાજર થયા

|

Dec 10, 2021 | 1:56 PM

ગુરુવારે મેન્ટર વૈષ્ણવી અને મૃતક પીડિતાની સહઅધ્યાયી દિનકલ ગાયકવાડની 6 કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી. કારણકે કથિત દુષ્કર્મના દિવસે મૃતક પીડિતાએ ખાનગી લક્ઝરી બસના ડ્રાઇવરની મદદથી સૌપ્રથમ વૈષ્ણવીનો સંપર્ક કર્યો હતો.

વડોદરા(Vadodara)માં વેક્સીન ગ્રાઉન્ડ(Vaccine ground)માં દુષ્કર્મ કેસમાં ક્રાઇમ બ્રાંચે(Crime Branch) ઓએસીસ સંસ્થા(Oasis Institute)ના મેનેજીંગ ટ્રસ્ટી સંજીવ શાહ,ટ્રસ્ટી પ્રીતિ નાયર અને મેન્ટર વૈષ્ણવી ટાપણીયા વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. આ ત્રણેય પર ઓએસીસમાં કામ કરતી નવસારીની યુવતી પર વૅક્સીન ગ્રાઉન્ડમાં થયેલ દુષ્કર્મની ઘટનાની માહિતી છુપાવવાનો આરોપ છે. જે અંતર્ગત ઓએસીસ સંસ્થાના સ્થાપક ટ્રસ્ટી સંજીવ શાહ ક્રાઇમ બ્રાન્ચ(Crime Branch) પહોંચ્યા હતા.

 

ગુરુવારે મેન્ટર વૈષ્ણવી અને મૃતક પીડિતાની સહઅધ્યાયી દિનકલ ગાયકવાડની 6 કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી. કારણ કે કથિત દુષ્કર્મના દિવસે મૃતક પીડિતાએ ખાનગી લક્ઝરી બસના ડ્રાઇવરની મદદથી સૌપ્રથમ વૈષ્ણવીનો સંપર્ક કર્યો હતો.

તમામ લોકોની ઊંડાણ પૂર્વક પુછપરછ કરવામાં આવી રહી છે. ક્રાઇમ બ્રાંચ તપાસ કરી રહ્યુ છે કે ખરેખર ઘટનાના દિવસે પીડિતાએ કોનો કોનો સંપર્ક કર્યો હતો, જેથી મહત્વની કડી ક્રાઇમ બ્રાંચને મળી શકે.

સંસ્થા પર આરોપ છે કે તેમને દુષ્કર્મની ગંભીર ઘટના અંગે જાણ હોવા છતાં કોઈ કાર્યવાહી નહોતી કરી અને ગુનાની જાણ હોવા છતાં માહિતી છૂપાવી હતી. પોલીસને તપાસમાં જાણવા મળ્યું હતું કે વડોદરાના વેક્સીન ગ્રાઉન્ડમાં સામૂહિક દુષ્કર્મનો ભોગ બની હોવાની જાણ યુવતીએ ઓએસિસ સંસ્થાના ટ્રસ્ટ્રીઓ અને સંસ્થામાં કામ કરતી અન્ય છોકરીઓને કરી હતી.

ઉલ્લેખનીય છે કે, નવસારીની યુવતી પર દુષ્કર્મ-આપઘાત કેસની તપાસમાં FSLનો રિપોર્ટ આવ્યો છે. FSL રિપોર્ટમાં દુષ્કર્મ ન થયુ હોવાનું અને શ્વાસ રુંધાવાથી મોત થયાનું FSL રિપોર્ટમાં બહાર આવ્યું છે. રેલવેના DySPએ જણાવ્યુ હતુ કે, યુવતીનું ગળેફાંસો ખાવાથી મોત થયું છે અને અન્ય બીજા પણ રિપોર્ટ આવ્યા બાદ વધારે માહિતી સ્પષ્ટ થશે.

 

આ પણ વાંચોઃ “હું ધારાસભ્ય બનીશ તો 135ના માવાના ભાવ રૂપિયા 5 કરાવીશ” લલિત વસોયાનું ફેક સોંગદનામું વાયરલ થતા ચકચાર

આ પણ વાંચોઃ RRRનું ટ્રેલર રિલીઝ થયા બાદ બાહુબલી ફિલ્મ થઈ ટ્રેન્ડ, શું રામચરણ અને જુનિયર NTRની ફિલ્મ બાહુબલીને આપશે ટક્કર ?

Next Video