“હું ધારાસભ્ય બનીશ તો 135ના માવાના ભાવ રૂપિયા 5 કરાવીશ” લલિત વસોયાનું ફેક સોંગદનામું વાયરલ થતા ચકચાર

ધોરાજી-ઉપલેટાના ધારાસભ્યનું એક ફેક સોંગદનામું સામે આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી છે. સોંગદનામામાં લખેલું છે કે, "હું લલિત વસોયા ધોરાજી-ઉપલેટાના ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવીશ. તો સૌ-પ્રથમ કામ 135 વાળા માવાના 12 રૂપિયામાંથી 5 રૂપિયા કરાવીશ " મહત્વનું છે કે વિધાનસભાની ચૂંટણી સમયે લલિત વસોયાએ એક સોગંદનામુ કર્યુ હતું.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 10, 2021 | 1:37 PM

RAJKOT : ધોરાજી-ઉપલેટાના ધારાસભ્યનું (MLA LALIT VASOYA) એક ફેક સોંગદનામું સામે આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી છે. સોંગદનામામાં લખેલું છે કે, “હું લલિત વસોયા ધોરાજી-ઉપલેટાના ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવીશ. તો સૌ-પ્રથમ કામ 135 વાળા માવાના 12 રૂપિયામાંથી 5 રૂપિયા કરાવીશ ” મહત્વનું છે કે વિધાનસભાની ચૂંટણી સમયે લલિત વસોયાએ એક સોગંદનામુ કર્યુ હતું.

અને તે જ સોંગદનામામાં છેડછાડ કરી કોઈ અજાણ્યા વ્યક્તિએ (Social Media)સોશિયલ મીડિયામાં આ (Fake affidavit )સોગંદનામુ વાયરલ કર્યું હતું. અને પોલીસને (police) ફરીયાદ પણ આપવામાં આવી હતી. પરંતુ કોઈ કાર્યવાહી થઈ ન હતી. ત્યારે આ બોગસ સોંગદનામું ગ્રામ પંચાયતની ચૂંટણીના પહેલા વધુ એક વાર વાયરલ (Viral) થયું છે. જેના પર લલિત વસોયાએ નિવેદન આપ્યુ હતું કે, કોઈ ટીખળ ખોર વ્યક્તિનું આ કારસ્તાન છે. ગ્રામ પંચાયતની ચૂંટણી સમયે આવા ફેક પોસ્ટથી (POST) કોંગ્રેસના કોઈ કાર્યકરને અસર નહિ પડે.

નોંધનીય છેકે ધારાસભ્ય લલિત વસોયા અવારનવાર પોતાના નિવેદનો અને રાજકારણને કારણે ચર્ચામાં રહે છે. ત્યારે ધારાસભ્ય લલિત વસોયાની (MLA LALIT VASOYA)  આ ફેક એફીડેવિટને કારણે હાલ ગુજરાતભરમાં ભારે ચર્ચા જગાવી છે. અને, સોશિયલ મીડિયામાં આ ફેક સોંગદનામાને ભારે વાયરલ પણ કરી રહ્યાં છે. ત્યારે આ ફેક સોંગદનામાને લઇને નવું શું સામે આવે છે તે જોવું રહ્યું.

આ પણ વાંચો : Afghanistan Crisis : અફઘાનિસ્તાનમાં ફસાયેલા ચાર્ટર્ડ એરક્રાફ્ટ દ્વારા હિન્દુ અને શીખ સમુદાયના ભારતીય નાગરિકો આજે ભારત પરત ફરશે

આ પણ વાંચો : RRRનું ટ્રેલર રિલીઝ થયા બાદ બાહુબલી ફિલ્મ થઈ ટ્રેન્ડ, શું રામચરણ અને જુનિયર NTRની ફિલ્મ બાહુબલીને આપશે ટક્કર ?

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">