Vadodara: મગર સ્વામી આશ્રમ આસપાસના દબાણોને લઈને ધારાસભ્ય દ્વારા રજૂઆત, જુઓ Video
વડોદરામાં દબાણો પર હવે બુલડોઝર ચાલશે તેવી સ્થિતિ ઊભી થઈ છે. વારસિયા વિસ્તારમાં દબાણોને લઈ હવે વિવાદ ઉઠ્યો છે. મગર સ્વામી આશ્રમ આસપાસના દબાણોને લઈને ધારાસભ્ય દ્વારા રજૂઆત કરાતા તંત્ર એક્શનમાં આવ્યું છે.
Vadodara: એક તરફ રાજ્યના અનેક શહેરોમાં દબાણો પર સરકારી બુલડોઝર ચાલી રહ્યા છે. ત્યારે વડોદરાના વારસિયા વિસ્તારમાં થયેલા દબાણોને દૂર કરવા ખૂદ ધારાસભ્યએ રજૂઆત કરી છે. દેશના ચાર મુખ્ય શંકરાચાર્યો પૈકી એક જગદગુરુ સ્વામી સદાનંદ સરસ્વતીનો મગર સ્વામી આશ્રમ (Magar Swami Ashram) આવેલો છે. સ્વામી સદાનંદ સરસ્વતીની અહીં સતત અવરજવર રહેતી હોય છે.
આ પણ વાંચો : શહેરમાં 70 ટકા નકલી પનીર વેચાતું હોવાનો ઘટસ્ફોટ, 7 હજાર કિલો નકલી પનીર વેચાતું હોવાનો આક્ષેપ
ત્યારે આ વિસ્તારમાં થયેલા દબાણોને લઈને ચિંતા વ્યક્ત કરાઈ છે. ગોસાઈ સમાજના અંતિમધામ આસપાસ ખૂબ દબાણો છે. ત્યારે દશનામ ગૌસ્વામી સમાજના અધ્યક્ષે પણ આ દબાણોને લઈને સમાજે એક થઈ અવાજ ઉઠાવવા આહવાન કર્યું હતું.
વારસિયા વિસ્તારના દબાણોને લઈને હવે નેતાઓ પણ એક્ટિવ થયા છે. ધારાસભ્ય મનિષા વકીલે આશ્રમ નજીક થયેલા ગેરકાયદે દબાણો દૂર કરવા માગ કરી છે. અહીં સતત સ્વામી સદાનંદ સરસ્વતીની અવરજવર રહેતી હોવાથી સુરક્ષાને લઈને પણ સવાલો ઉઠે છે. ત્યારે ધારાસભ્યની રજૂઆત બાદ કોર્પોરેશને પણ સર્વે કર્યો છે. અને ટૂંક સમયમાં આ દબાણોને લઈને એક્શન લેવાઈ શકે, તેવી ખાતરી આપી છે.
વડોદરા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
