AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vadodara: માંઝલપુરના ધારાસભ્ય યોગેશ પટેલે નવરાત્રીનો સમય વધારવા ગૃહ મંત્રીને કરી રજૂઆત

Vadodara: માંઝલપુરના ધારાસભ્ય યોગેશ પટેલે નવરાત્રીનો સમય વધારવા ગૃહ મંત્રીને કરી રજૂઆત

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 26, 2022 | 10:21 PM
Share

Vadodara: માંઝલપુરના ધારાસભ્ય યોગેશ પટેલે નવરાત્રીના છેલ્લા ત્રણ, ચાર નોરતા દરમિયાન સમય વધારવાની ગૃહરાજ્યમંત્રીને રજૂઆત કરી છે. તેમણે જણાવ્યુ છે કે નવરાત્રીના છેલ્લા ત્રણ ચાર દિવસ રાત્રે 2થી2.30 વાગ્યા સુધી ગરબા રમવાની છૂટ આપવા માગ કરી છે.

નવરાત્રી (Navratri 2022)ના અંતિમ દિવસોમાં ગરબાનો સમય વધારવા વડોદરા (Vadodara)ના માંઝલપુરના ધારાસભ્ય યોગેશ પટેલે (Yogesh Patel) માગ કરી છે. ગરબા આયોજકની અરજી લઈને પૂર્વ મંત્રી યોગેશ પટેલે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીને રજૂઆત કરી છે. જેમા તેમણે જણાવ્યુ છે કે નવરાત્રીના છેલ્લા 4 દિવસ દરમિયાન 2 થી 2.30 વાગ્યા સુધી ગરબા રમવા પરવાનગી આપવામાં આવે. યોગેશ પટેલે ગૃહરાજ્યમંત્રીએ 2 વાગ્યા સુધી ગરબા રમવા દેવાની પરવાનગી આપવાનો દાવો પણ કર્યો હતો. સાથે જ કોઈ વિધર્મીઓને ગરબામાં પ્રવેશ ન આપવા પણ કહ્યુ હતુ.

યોગેશ પટેલે જણાવ્યુ હતુ કે અત્યારે નવરાત્રીમાં 12 વાગ્યા સુધી ગરબા રમવાની પરવાનગી આપી છે. પરંતુ છેલ્લા ત્રણ-ચાર દિવસ 2 થી 2.30 વાગ્યા સુધીનું ગરબાનુ આયોજન થાય અને ખેલૈયાઓ સારી રીતે ગરબા રમી શકે એ માટે તેમણે હા કહી છે. યોગેશ પટેલે વધુમાં જણાવ્યુ કે હવે વડોદરા શહેરમાં છેલ્લા ઘણા વર્ષોથી પોલીસ કમિશનર ત્રણ-ચાર દિવસ મોડે સુધી રમવાની પરવાનગી આપે છે. જેમા હવે ગૃહરાજ્યમંત્રીએ પણ આજે આ અંગેની છૂટ આપી છે. આથી છેલ્લા ત્રણ ચાર નોરતા દરમિયાન ખેલૈયાઓ મોડે સુધી ગરબે ઝુમી શકશે.

આ તરફ સયાજીગંજના ધારાસભ્ય જીતુ સુખડિયાએ જણાવ્યુ હતુ કે કોરોનાના બે વર્ષ બાદ ગરબાનું આયોજન થઈ રહ્યુ છે આથી ખેલૈયાઓને મન હોય ત્યાં સુધી રમી શકે એવુ વાતાવરણ થવુ જોઈએ. તેમણે વધુમાં જણાવ્યુ કે મોડે સુધી, સવારના 6-6 વાગ્યા સુધી ગરબા રમવા માટે વડોદરા શહેર જાણીતુ છે. ભૂતકાળમાં પણ આ પ્રકારના આયોજનો થયા છે.

Published on: Sep 24, 2022 11:43 PM
g clip-path="url(#clip0_868_265)">