Vadodara Video : કોમી વૈમનસ્ય ફેલાવવાના કેસમાં યુવક-યુવતીનો વીડિયો વાયરલ કરનારની ધરપકડ, અત્યાર સુધીમાં કુલ 8 ઝડપાયા

| Edited By: | Updated on: Sep 04, 2023 | 9:47 AM

કોમી વૈમનસ્ય ફેલાવવાના કેસમાં પોલીસે યુવક-યુવતીનો વીડિયો વાયરલ (Viral Video) કરનારની ધરપકડ કરી છે. ક્રાઈમ બ્રાન્ચે (Crime branch) જુનેદ જાફર બાવરચી નામના 20 વર્ષીય યુવકની ધરપકડ કરી છે. તે નવાપુરાના મહેબૂબ પુરાનો રહેવાસી છે. આ કેસમાં અત્યાર સુધી 8 આરોપી ઝડપાઈ ચૂક્યા છે.

Vadodara : વડોદરા શહેરમાં કોમી વૈમનસ્ય ફેલાવવાના કેસમાં પોલીસે યુવક-યુવતીનો વીડિયો વાયરલ (Viral Video) કરનારની ધરપકડ કરી છે. ક્રાઈમ બ્રાન્ચે (Crime branch) જુનેદ જાફર બાવરચી નામના 20 વર્ષીય યુવકની ધરપકડ કરી છે. તે નવાપુરાના મહેબૂબ પુરાનો રહેવાસી છે. આ કેસમાં અત્યાર સુધી 8 આરોપી ઝડપાઈ ચૂક્યા છે. જેમાંથી અગાઉ પકડાયેલા 3 આરોપીના રિમાન્ડ પૂર્ણ થતાં ફરી કોર્ટમાં રજૂ કરાયા હતા.

આ પણ વાંચો-Gujarat News Live : મહેસાણા શોભાસણ રોડ પર રખડતા ઢોરનો આતંક, પાંચને લીધા અડફેટે

આરોપીઓએ જામીન અરજી કરી હતી, પરંતુ ગુનાની ગંભીરતા જોતા કોર્ટે જામીન અરજી નામંજૂર કરી હતી અને ત્રણેય આરોપીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો હુકમ કર્યો હતો. તો બીજી તરફ આ ગુનામાં પકડાયેલા અન્ય 5 આરોપીઓ પોલીસ કસ્ટડીના રિમાન્ડ પર હોવાથી તેઓની મુદ્દા આધારિત તપાસ ચાલુ છે. આ ગુનામાં હાલ સુધી 8 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને 9 જેટલા શખ્સો સામે અટકાયતી પગલા લેવાયા છે. આ ઉપરાંત અન્ય 35 જેટલા શખ્સોની પૂછપરછ કરવામાં આવી છે.

તપાસ દરમિયાન આરોપીઓ બે કોમ વચ્ચે કોમી વૈમનસ્ય પેદા થાય તેવા બદઇરાદે જુદા-જુદા નામી વોટ્સએપ ગ્રુપ તૈયાર કરતા હતા અને ગ્રુપમાં વીડિયો તેમજ ચેટ વાઇરલ કરતા હતા. આ ગ્રુપમાં રહેલા તેમજ ગ્રુપમાંથી લેફ્ટ થઇ ગયેલા સભ્યો અંગે ક્રાઇમ બ્રાન્ચે ટેક્નીકલ ઇન્ટેલીજન્સની મદદથી તપાસ કરતા કુલ 610 જેટલા ગ્રુપ મેમ્બર હોવાની હકીકત સામે આવી છે. વોટ્સએપ ગ્રુપમાં અપલોડ, ટેક્સ્ટ ચેટ, વીડિયો અંગે કોમેન્ટ કરી પ્રોત્સાહનની પ્રતિક્રિયા આપનાર તેમજ કોમી માનસિક્તા ધરાવતા સક્રિય સભ્યોને શોધી કાઢવાની તજવીજ ચાલી રહી છે.

વડોદરા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો