વડોદરાના(Vadodara)આજવા રોડ પરની લકુલેશનગર સોસાયટીના રહીશો છે અને પીવાના પાણી(Drinking Water) માટે મુશ્કેલી ભોગવી રહ્યા છે. શાસકો કે અધિકારીઓ કોઈ સાંભળતા જ ન હોવાથી હવે ન છૂટકે તેમણે આ થાળી વાટકા અને વેલણ વગાડી તેમના કાન ખોલવાનો પ્રયાસ(Protest)કરવો પડ્યો છે.219 મકાન ધરાવતી સોસાયટીમાં 10 વર્ષથી પૂરતા પ્રેશરથી પાણી મળતું નથી.જે પાણીનો પુરવઠો મળે છે તેની ગુણવત્તા પણ ખરાબ હોવાની મહિલાઓએ રજૂઆત કરી. અહીં પાણી પૂરતા પ્રેશરથી ન મળતું હોવાથી ઈલેક્ટ્રિક મોટર લગાવવી પડે છે..પાણીની સમસ્યાનો ઉકેલ ન આવે તો સ્થાનિકોએ આગામી વિધાનસભા ચૂંટણીના બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે..નારાજ મહિલાઓએ કોઈ પણ પાર્ટીના નેતા કે કાર્યકરોને પ્રવેશવા ન દેવાની પણ ધમકી આપી.
જ્યારે વડોદરા મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને પાણીની સમસ્યા હોવાનો સ્વીકાર કર્યો.જોકે તેમનો દાવો છે કે તેમની પાસે પાણીની તકલીફનો અંત આવે તેવી ફોર્મ્યુલા છે.જે આગામી સમયમાં અમલમાં મુકાશે. આ તો અમલમાં આવે ત્યારની વાત છે પરંતુ સવાલ એ છે કે લોકોએ પાણી જેવી પ્રાથમિક સુવિધા માટે રસ્તા પર ઉતરવું પડે, થાળી વેલણ વગાડવા પડે અને તંત્રને ઢંઢોળવું પડે એ જ કરૂણતા છે.
આ પણ વાંચો : Ambaji માં 51 શક્તિપીઠની પરિક્રમાનો સીએમ ભૂપેન્દ્ર પટેલે શુભારંભ કરાવશે
આ પણ વાંચો : Porbandar : માધવપુર ઘેડના મેળામાં 10 એપ્રિલે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ઉપસ્થિત રહેશે
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો
Published On - 11:13 pm, Wed, 6 April 22