Ambaji માં 51 શક્તિપીઠની પરિક્રમાનો સીએમ ભૂપેન્દ્ર પટેલે શુભારંભ કરાવશે

અંબાજીમાં(Ambaji) ગબ્બર તળેટીની પરિક્રમા કરીને અંબાજી દર્શને આવતા કરોડો માઈભક્તોને હવે એક સાથે 51 શક્તિપીઠના દર્શનનો લ્હાવો લઇ શકશે. ત્રણ દિવસીય પરિક્રમા દરમિયાન માઈભક્તોને અગવડ ન પડે તે માટે વ્યવસ્થા જાળવવા માટે ભાદરવી પૂનમના મેળાની જેમ અલગ અલગ 14 સમિતિઓ બનાવવામાં આવી છે

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 06, 2022 | 8:45 PM

અસંખ્ય ભક્તોની આસ્થાના કેન્દ્ર સમાન અંબાજી (Ambaji) સ્થિત ગબ્બર તળેટીની પરિક્રમાં હવે શરૂ થવા જઈ રહી છે. જેમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel)ની ઉપસ્થિતિમાં 51 શક્તિપીઠની પરિક્રમાનો શુભારંભ કરાવશે.  આ  પરિક્રમાની  સાથે સાથે સાંસ્કૃતિક કાર્યક્રમ, ગરબા તેમજ ભજન સંધ્યાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ભારતના સૌથી મોટા લાઈટ એન્ડ લેઝર શૉનું ઉદઘાટન કરવામાં આવશે.યાત્રાધામ અંબાજી ખાતે આગામી 8 થી 10 એપ્રિલના રોજ 51 શક્તિપીઠ મહોત્સવ યોજાશે. ત્યારે અંબાજી ટ્રસ્ટ દ્વારા સૌપ્રથમવાર 51 શક્તિપીઠની પરિક્રમાનું આયોજન કરાયું છે. ત્રણ દિવસીય પરિક્રમા દરમિયાન માઈભક્તોને (Devotees)અગવડ ન પડે તે માટે ટ્રસ્ટ દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપી રહ્યો છે.

યાત્રાધામ અંબાજીમાં તમામ 51 શક્તિપીઠોના દર્શન એક સાથે ભક્તો કરી શકે તેવી એક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. દેશ અને વિદેશોમાં શ્રીલંકા, બાંગલાદેશ, નેપાળ, પાકિસ્તાન વગેરે દેશોમાં આવેલા માતાજીના શક્તિપીઠો પ્રમાણે આબેહુબ 51 શક્તિપીઠોનું નિર્માણ અંબાજીમાં કરવામાં આવેલું છે. મનુષ્યના એક જ જન્મમાં દેશ અને વિદેશોમાં આવેલા આ શક્તિપીઠોમાં જઇ માતાજીના દર્શન કરવા એ દરેક મનુષ્ય માટે સંભવ નથી, તેથી મૂળ સ્થાનક જેવા જ 51 શક્તિપીઠોનું અંબાજી ગબ્બર ખાતે નિર્માણ કરવામાં આવ્યું છે.

અંબાજીમાં ગબ્બર તળેટીની પરિક્રમા કરીને અંબાજી દર્શને આવતા કરોડો માઈભક્તોને હવે એક સાથે 51 શક્તિપીઠના દર્શનનો લ્હાવો લઇ શકશે. ત્રણ દિવસીય પરિક્રમા દરમિયાન માઈભક્તોને અગવડ ન પડે તે માટે વ્યવસ્થા જાળવવા માટે ભાદરવી પૂનમના મેળાની જેમ અલગ અલગ 14 સમિતિઓ બનાવવામાં આવી છે.

જેમાં આરોગ્ય સમિતિ, ઇમરજન્સી સારવાર સમિતિ, ઇમરજન્સી રિસ્પોન્સ, સ્વચ્છતા સમિતિ, રસ્તા મરામત સમિતિ, પાણી પુરવઠા સમિતિ, વિદ્યુત પ્રવાહ સમિતિ, અંબાજી તથા ગબ્બર તરફના પ્રવેશ માર્ગ પરના નિયંત્રણ અને પાર્કિગ સમિતિ, ગબ્બર ટોચ 51 શક્તિપીઠ પરિક્રમા માર્ગ ઉપર સંચાલન સમિતિ, રખડતાં ઢોરોનું નિયંત્રણ, સાંસ્કૃતિક કાર્યક્રમ સમિતિ, વી.આઇ.પી. પ્રોટોકોલ અને લાયઝન સમિતિ, વિભિન્ન સંસ્થાઓનું સંકલન, મહાઆરતી અને લાઇટ એન્ડ સાઉન્ડ શોનું સંકલન સમિતિનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો :  Ahmedabad : ટ્રાફિક વિભાગનો સપાટો, 734 TRB જવાનો ભ્રષ્ટાચારના આરોપસર સસ્પેન્ડ કરાયા

આ પણ વાંચો : ગુજરાતમાં ત્રીજા દિવસે વધુ ઉગ્ર બની તબીબોની હડતાળ, દર્દીઓને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Follow Us:
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">