Gujarat Video: પાણીપુરી બનાવવાની સામગ્રીને જોઈને ચોંકી ઉઠશો! વડોદરામાં દરોડા દરમિયાન સડેલા બટાકા જોવા મળ્યા

|

Jul 17, 2023 | 4:24 PM

Vadodara: વડોદરામાં પાણીપુરી બનાવતા સ્થળો પર મ્યુનિસીપલ કોર્પોરેશન દ્વારા દરોડા પાડીને ચકાસણી હાથ ધરવામાં આવી છે. બિન આરોગ્યપ્રદ ચિજોને ચેકિંગ કરી રહેલી ટીમે દ્વારા સ્થળ પર જ નાશ કરી દેવામાં આવ્યો છે.

 

વડોદરામાં પાણી પુરી બનાવતા સ્થળો પર મ્યુનિસીપલ કોર્પોરેશન દ્વારા દરોડા પાડીને ચકાસણી હાથ ધરવામાં આવી છે. બિન આરોગ્યપ્રદ ચિજોને ચેકિંગ કરી રહેલી ટીમે દ્વારા સ્થળ પર જ નાશ કરી દેવામાં આવ્યો છે. પાણી પુરી બનાવવા માટે અખાદ્ય પ્રકારની સામગ્રીનો ઉપયોગ કરવામાં આવી છે. વાઘોડિયા રોડ પર આવેલા કેટલાક સ્થળે દરોડો પાડતા સડેલા બટાકા હાથ લાગ્યા હતા. જેને તુરત જ નાશ કરવામાં આવ્યો હતો.

પાણીપુરીના વિક્રેતાઓ પર તવાઈ પાડવામાં આવ્યા છે. સમગ્ર શહેરમાં દરોડા પાડવા દરમિયાન પાણીપુરીના સેમ્પલ લેવામાં આવ્યા છે. જ્યાંથી પાણી સહિત બટાકા અને અન્ય ચિજોના સેમ્પલ લેવામાં આવ્યા છે. ચોમમાસાની ઋતુમાં પાણીજન્ય રોગો થવાની સંભાવનાઓને લઈ આ કાર્યવાહી કરવામાં આવી છે. ચાર જેટલી ટીમો બનાવીને ચકાસણી કરવામાં આવી રહી છે. ખરાબ બટાકાને ફેંકી દઈ નાશ કરવામાં આવી રહ્યો છે.

 

આ પણ વાંચો : IND vs WI Test: વિરાટ કોહલી પોર્ટ ઓફ સ્પેનમાં જમાવશે સદી? ધીમી રમતને લઈ ભારતીય કોચે આપ્યો જવાબ! Video

વડોદરા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 4:22 pm, Mon, 17 July 23

Next Video