Vadodara : મહંત હરીહરાનંદ સ્વામીના ગુમ થવા મામલે તપાસ તેજ, ડ્રાઈવર અને બાઉન્સરની પુછપરછ કરાઈ

|

May 04, 2022 | 8:48 AM

ભારતી આશ્રમના ગાદીપતિ હરીહરાનંદ બાપુ ગુમ થવાનો મામલે વડોદરાની ક્રિષ્ણા હોટેલ પાસેના સીસીટીવી ફૂટેજ પણ (CCTV Footage) સામે આવ્યા છે.

ભારતી આશ્રમના મહંત હરીહરાનંદ સ્વામી ( Hariharanand Bharti Bapu) અચાનક ગુમ થતા ભક્તોમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું છે. હરીહરાનંદને શોધવા માટે વડોદરા ક્રાઈમ બ્રાન્ચ, PCB અને સાયબર સેલ (Cyber cell)સહિતની ટીમો લાગી છે. બાપુના ગુમ થવા પાછળ સંપત્તિ વિવાદ હોવાની ચર્ચા ચાલી રહી છે. બીજી તરફ હરીહરાનંદના ગુમ થવાના કેસમાં રોજને રોજ ચોંકાવનારા ખુલાસો થઈ રહ્યા છે. ભારતી આશ્રમના રહેતા સોમનંદજી આનંદ મહારાજે કેટલાક લોકોએ બોગસ દસ્તાવેજના આધારે આશ્રમની કરોડોની મિલકત પચાવી પાડવાનો આક્ષેપ કર્યો હતો.

તેમના જણાવ્યા મુજબ, આ બોગસ વિલ ઋષિ ભારતી (Rushi bharti) દ્વારા બનાવવામાં આવ્યા છે.મહત્વનું છે કે છેલ્લા ઘણા સમયથી ભારતી આશ્રમમાં 800થી 1200 કરોડની સંપત્તિનો વિવાદ ચાલી રહ્યો છે.

 આશ્રમના વિવાદથી હરીહરાનંદ બાપુ કંટાળી ગયા હતા

ભારતી આશ્રમના ગાદીપતિ હરીહરાનંદ બાપુ ગુમ થવાનો મામલે વડોદરાની ક્રિષ્ણા હોટેલ પાસેના સીસીટીવી ફૂટેજ (CCTV Footage) સામે આવ્યા છે. ફૂટેજમાં હરીહરાનંદ બાપુ રસ્તા પર ચાલતા દેખાય છે. ઉલ્લેખનીય છે કે, આશ્રમના વિવાદથી હરીહરાનંદ બાપુ કંટાળી ગયા હતા. વડોદરા ક્રાઈમ બ્રાન્ચ, વાડી પોલીસ સહિતની ટીમો બાપુને શોધવામાં લાગી ગઈ છે. ત્યારે કપુરાઇ ચોકડી પાસે આવેલી ક્રિષ્ના હોટલ પાસે બાપુ છેલ્લે દેખાયા હતા, જેના આધારે પોલીસને શોધવામાં મદદ મળશે.

આ ઉપરાંત એ પણ સામે આવ્યુ છે કે, ગુમ થયેલા હરીહરાનંદ ભારતી બાપુ વડોદરામાં તેમના ભક્ત રાકેશભાઈ ડોડીયાના ઘરે ગયા હતા. તેમણે ભક્ત રાકેશ ડોડીયાના ઘરે ભોજન પણ લીધું હતું. અમદાવાદથી સુરત જતાં સમયે વડોદરામાં ભક્ત રાકેશના ઘરે હરીહરાનંદ બાપુ આવ્યા હતા.

Published On - 8:45 am, Wed, 4 May 22

Next Video