Vadodra: મટકીફોડમાં બે ગોવિંદા પટકાયા, કોર્પોરેશન આયોજિત સ્પર્ધામાં ઘટી ર્દુઘટના

|

Aug 19, 2022 | 11:25 PM

વડોદરામાં   (Vadodra) પણ મટકી ફોડતા સમયે એક ગોવિંદા નીચે પટકાયો હતો. આ ગોવિંદાને  માથાના ભાગે ઈજા પહોંચતા  તેને  સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. 

આજે જન્માષ્ટમીના દિવસે ઠેર ઠેર મટકી ફોડ અને દહી હાંડી કાર્યક્રમ આયોજિત થયા હતા. તેમાં વડોદરામાં   (Vadodra) પણ મટકી ફોડતા સમયે એક ગોવિંદા નીચે પટકાયો હતો. આ ગોવિંદાને  માથાના ભાગે ઈજા પહોંચતા  તેને  સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.  આ  દુર્ઘટના કોર્પોરેશન આયોજિત મટકી ફોડ (Matkifod spradha) સ્પર્ધામાં બની હતી.  નોંધનીય છે કે  રાજકોટમાં  મેળામાં  બે યુવકને ઇજા થવાની  દુર્ઘટના બની હતી.

રાજકોટમાં મેળાની મજા માણતા યુવક થયો ઇજાગ્રસ્ત

લોકમેળામાં રાઇડ્સની મજા ક્યાંક જોખમી ન બને  છે. રાઇડ્સમાં બેસતા પહેલા તમારી સુરક્ષા ધ્યાન રાખજો નહીં તો જીવનું જોખમ ઉભું થઇ શકે છે.આવો જ એક કિસ્સો રાજકોટના(Rajkot)  લોકમેળામાં સામે આવ્યો છે . જ્યાં લોકમેળામાં બ્રેક ડાન્સ રાઇડ્સ(Rides)  એક યુવક માટે જોખમી સાબિત થઇ છે. જેમાં બ્રેક ડાન્સ રાઇડ્સમાં યુવક બરાબરનો પટકાયો હતો..રાઇડ્સ દરમિયાન યુવક પટકાતા માથાના ભાગે ગંભીર ઇજાઓ થઇ હતી.હાલ યુવકને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલ લઇ જવામાં આવ્યો છે.

Next Video