Vadodara Rain: કરજણની ઢાઢર નદીના જળસ્તરમાં વધારો, વડોદરા જિલ્લાના 38 ગામોને કરાયા સાવચેત
Vadodara Flood Alert: વડોદરા જિલ્લાના કરજણ વિસ્તારમાંથી પસાર થતી ઢાઢર નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને લઈ ઢાઢર નદીમાં નવા પાણીની આવક નોંધાઈ છે.
ગુજરાતમાં અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ નોંધાઈ રહ્યો છે. જેને લઈ અનેક નદીઓમાં પૂરની સ્થિતિ જોવા મળી રહી છે. મધ્ય ગુજરાતમાં પણ આવી જ સ્થિતિ જોવા મળી રહી છે. વડોદરા જિલ્લાના કરજણ વિસ્તારમાંથી પસાર થતી ઢાઢર નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને લઈ ઢાઢર નદીમાં નવા પાણીની આવક નોંધાઈ છે. તંત્ર દ્વારા આગામી 24 કલાક ભારે વરસાદની આગાહીને લઈ એલર્ટ મોડની સ્થિતિ રાખવામાં આવી છે. જિલ્લા ક્લેકટર દ્વારા તંત્રને એલર્ટ રહેવા માટે સૂચના કરવામાં આવી છે.
ઢાઢર નદીના કિનારાના 39 જેટલા ગામોને સાવચેત રહેવા માટે સૂચનાઓ આપવામાં આવી છે. વડોદરાના પોર નજીકથી ઢાઢર નદી પસાર થાય છે અને આ વિસ્તારના 39 જેટલા ગામોને સાવચેતી જાળવવા માટે થઈને અપીલ પણ કરવામાં આવી છે. નિચાણ વાળા વિસ્તારના લોકોને પણ સાવચેતી જાળવવા માટે અપીલ કરવામાં આવી છે. તેમજ નદી કાંઠા વિસ્તાર કે નદી પટ વિસ્તાર તરફ અવરજવર નહીં કરવા માટે પણ સાવચેત કરવામાં આવ્યા છે.