Vadodara: MS યુનિવર્સિટીમાં નવા કુલપતિ તરીકે ડૉ. વિજયકુમાર શ્રીવાસ્તવે કાર્યભાર સંભાળ્યો

|

Feb 11, 2022 | 8:53 AM

ઇન્ડ્સ યુનિવર્સિટીના વાઇસ ચાન્સલેર ડૉ.વિજય કુમાર શ્રીવાસ્તવને હવે MS યુનિવર્સિટીના વાઈસ ચાંસેલર બનાવાયા છે, તેઓ અગાઉ સાકળચંદ પટેલ યુનિવર્સિટીમાં VC રહી ચૂક્યા છે, આ ઉપરાંત PDPU ખાતે ડિન અને આર એન્ડ ડી ના હેડ તરીકે સેવાઓ આપી ચુક્યા છે

વડોદરા(Vadodara) MS યુનિવર્સિટી(MS University)ના નવા કુલપતિ તરીકે ડૉ. વિજયકુમાર શ્રીવાસ્તવે (Dr. Vijaykumar Srivastava)કાર્યભાર સંભાળ્યો. આ પ્રસંગે તેમણે કહ્યું કે આજના યુગમાં સારા શિક્ષણ સાથે સંસ્કરનું પણ મહત્વ છે. શિક્ષક કોઇ પણ વિદ્યાલયનો આધાર સ્થંભ છે અને ગુણવત્તા યુક્ત શિક્ષકોની આગામી સમયમાં ભરતી કરવામાં આવશે. સાથે MUSને નેક રેન્કિંગમાં લાવવા માટેનો પ્રયાસ પણ કરવામાં આવશે.

વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ના નવા કુલપતિ તરીકે રાજ્ય સરકારે ડૉ.વિજય કુમાર શ્રીવાસ્તવની નિમણૂક કરી છે. વાઇસ ચાન્સેલર પદે પ્રો. પરિમલ વ્યાસનો કાર્યકાળ પૂરો થતાં ઇન્ડ્સ યુનિવર્સિટીના વાઇસ ચાન્સલેર છે ડૉ.વિજય કુમાર શ્રીવાસ્તવને હવે MS યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર બનાવાયા છે. તેઓ અગાઉ સાકળચંદ પટેલ યુનિવર્સિટીમાં VC રહી ચૂક્યા છે. આ ઉપરાંત PDPU ખાતે ડિન અને આર એન્ડ ડી ના હેડ તરીકે સેવાઓ આપી ચુક્યા છે.

MS યુનિવર્સિટીના નવા કુલપતિ તરીકે કાર્યભાર સંભાળતા સમયે ડો વિજયકુમાર શ્રીવાસ્તવે કહ્યુ કે યુનિવર્સિટીમાં રિસર્ચ પર પણ ધ્યાન આપવામાં આવશે. સાથે MUSને નેક રેન્કિંગમા લાવવા માટેનો પ્રયાસ પણ કરવામાં આવશે. વડોદરામાં ખૂબ જ MSME ઇન્ડસ્ટ્રીઝ છે. ત્યારે વિદ્યાર્થીઓને આ નાના ઉદ્યોગો કઈ રીતે ઉપયોગી થાય તે દિશામાં પણ આગામી પ્રયાસ કરીશે. સાથે જ વિદેશની યુનિવર્સિટી સાથે પણ ટાઈ આપ કરવામાં આવશે.

પ્રો પરિમલ વ્યાસ છેલ્લા સાત વર્ષથી MS યુનિવર્સિટીના વાઇસ ચંસેલર રહેલા હતા. ડૉ.વિજય કુમાર શ્રીવાસ્તવ કેમેસ્ટ્રીમાં માસ્ટરી ધરાવે છે.10 ફેબ્રુઆરીએ સરકાર તરફથી નવા વીસીના નામની જાહેરાત કરવામાં આવી અને આ જ દિવસે પ્રો. પરિમલ વ્યાસનો અંતિમ દિવસ હતો તેથી તેમનો વિદાય સમારંભ પણ યોજાયો હતો. તેમને વિદાય આપવા માટે સેનેટ હોલમાં યુનિવર્સિટીનો સમગ્ર સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.

આ પણ વાંચો-

24 વર્ષે યોજાશે મહેસાણા APMCની ચૂંટણી, ખેડૂત વિભાગની 10 બેઠકો માટે મતદાન પ્રક્રિયા

આ પણ વાંચો-

અમદાવાદ બ્લાસ્ટ કેસના આરોપીઓની સજા અંગે આજે સ્પેશ્યલ કોર્ટમાં સુનાવણી, કોર્ટે 49 આરોપીઓને કર્યા છે દોષિત જાહેર

 

Next Video