Vadodara: શિનોરમાંથી પસાર થતી નર્મદા નિગમની અમરેશ્વર બ્રાંચ કેનાલમાં ઠેર ઠેર ગંદકીનું સામ્રાજય, જુઓ Video

| Edited By: | Updated on: Sep 12, 2023 | 3:59 PM

વડોદરાના શિનોરમાંથી પસાર થતી નર્મદા કેનાલમાં ગંદકીનુ સામ્રાજ્ય જામ્યુ છે. અમરેશ્વર કેનાલ ખૂબ જ ગંદકી જોવા મળી રહી છે. કેનાલમાં અનેક ઠેકાણે ગાબડા પડ્યા છે. ખેતરોમાં પણ ખેડૂતોને સિંચાઈ માટે ખેતરમાં ગંદકી સાથેનુ પાણી સ્વિકારવુ પડી રહ્યુ છે. કેનાલનુ ગંદકી સાથેનુ પાણી ખેડૂતોના ખેતરો સુધી પહોંચતુ હોવાને લઈ રોષ ફેલાયો છે.

વડોદરાના શિનોરમાંથી પસાર થતી નર્મદા કેનાલમાં ગંદકીનુ સામ્રાજ્ય જામ્યુ છે. અમરેશ્વર કેનાલ ખૂબ જ ગંદકી જોવા મળી રહી છે. કેનાલમાં અનેક ઠેકાણે ગાબડા પડ્યા છે. ખેતરોમાં પણ ખેડૂતોને સિંચાઈ માટે ખેતરમાં ગંદકી સાથેનુ પાણી સ્વિકારવુ પડી રહ્યુ છે. કેનાલનુ ગંદકી સાથેનુ પાણી ખેડૂતોના ખેતરો સુધી પહોંચતુ હોવાને લઈ રોષ ફેલાયો છે. કેનાલમાં અનેક જગ્યાએ ઝાડ પણ પડેલલા જોવા મળે છે, તો અનેક ઠેકાણે વૃક્ષો ઉગી નિકળ્યા છે.

આ પણ વાંચોઃ Narmada: શિક્ષણ પ્રધાને વાયરલ થયેલા વીડિયો વિશે કર્યો ખુલાસો, જ્ઞાન સહાયક ભરતી મુદ્દે કહી મહત્વની વાત, જુઓ Video

ખેડૂતોએ હવે કેનાલને સાફ કરવા અને તેનુ સમારકામ કરવાની માંગ કરી છે. સ્થાનિક અગ્રણી ખેડૂતોનુ કહેવુ છે કે, ખેતરમાં ગંદુ પાણી આવી રહ્યુ છે. આમ ગંદા પાણીને બદલે સ્વચ્છ પાણી કેનાલથી મળે એ માટે થઈને કેનાલને સાફ સફાઈ કરવાની માંગ વર્તાઈ રહી છે. નર્મદા નિગમના અધિકારીઓને આ માટે રજૂઆત પણ ખેડૂતો દ્વારા કરવામાં આવી છે.

વડોદરા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Sep 12, 2023 03:58 PM