Vadodara Video: વડોદરાના ડભોઈ વિસ્તારમાં ત્રણ વર્ષની બાળકીનુ અપહરણ કરનાર આરોપી ઝડપાયો, દુષ્કર્મનો હતો ઈરાદો

| Edited By: | Updated on: Sep 13, 2023 | 10:35 PM

વડોદરા જિલ્લાના ડભોઈ વિસ્તારમાં એક ત્રણ વર્ષની બાળકીનુ અપહરણ થયુ હતુ. આ મામલાની ફરિયાદ બાદ પોલીસે ટીમની રચના કરીને બાળકીનો પત્તો મેળવવા માટે પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન પોલીસ સીસીટીવી આધારે આરોપી સુધી પહોંચવામાં સફળ રહી હતી. પોલીસને એક વીડિયો ફુટેજ મળ્યા હતા અને જેને આધારે બાળકીનો પત્તો લગાવવામાં સફળતા મેળવી હતી. પોલીસે બાળકીનુ અપહરણ કરનારા આરોપીને ઝડપી લીધો છે.

આ પણ વાંચોઃ Vadodara: શિનોરમાંથી પસાર થતી નર્મદા નિગમની અમરેશ્વર બ્રાંચ કેનાલમાં ઠેર ઠેર ગંદકીનું સામ્રાજય, જુઓ Video

પોલીસે આરોપીને બુજેઠા ગામથી ઝડપી લઈને તપાસ શરુ કરી છે. બાળકી સલામત મળી આવતા હાશકારો થયો છે. હાલ તો બાળકીને મેડીકલ ચેકઅપ માટે મોકલી અપાઈ છે. આરોપી આધેડને પણ પોલીસે મેડિકલ તપાસ કર્યા બાદ પૂછપરછ હાથ ધરી છે. જેમાં તે બાળકીને દુષ્કર્મના ઈરાદે પોતાની સાથે લઈ ગયો હોવાનુ સામે આવ્યુ હતુ. જોકે પોલીસે સમયસર આરોપીની ભાળ મેળવીને ઝડપી લેતા રાહત સર્જાઈ છે.

વડોદરા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Sep 13, 2023 10:34 PM