Vadodara : MS યુનિવર્સિટીમાં નમાઝનો વધુ એક વીડિયો વાયરલ, બોટની ડિપાર્ટમેન્ટમાં નમાજ અદા કરતી જોવા મળી યુવતી

|

Jan 16, 2023 | 10:49 AM

જ્યારે શિક્ષણ સાથે ધર્મને જોડી દેવાય ત્યારે સર્જાય છે વિવાદ, કંઇક આવા જ વિવાદનો આજકાલ શિકાર વડોદરાની પ્રખ્યાત એમ.એસ.યુનિવર્સિટી બની રહી છે. એમ એસ યુનિવર્સિટીમાં ફરી એક વખત નમાઝનો વીડિયો વાયરલ થયો છે.

સરસ્વતીના ધામમાં ફરી એકવાર પઢવામાં આવી છે નમાઝ. જી હા વાત છે વડોદરાની મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટીની. યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીના બોટની વિભાગ નજીક યુવતી નમાઝ પઢતી હોય તેવો વીડિયો વાયરલ થયો છે. વાયરલ વીડિયોમાં જોઇ શકાય છે કે યુવતી ચાદર પાથરીને નમાજ અદા કરી રહી છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે વીડિયો 13મી જાન્યુઆરીનો હોઇ શકે છે. જોકે નમાઝ પઢનાર યુવતી કોણ છે, શું આ યુવતી યુનિવર્સિટીની વિદ્યાર્થીની છે કે અન્ય કોઇ, તે અંગે યુનિવર્સિટી વિજિલન્સ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.

શિક્ષણ સાથે ધર્મને જોડી દેવાય ત્યારે સર્જાય છે વિવાદ

વીડિયોમાં કોઈ યુવતી જાનમાઝ પાથરી જાહેરમાં નમાઝ પઢતા જોવા મળી રહી છે. એમ એસ યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટી સ્થિત બોટની ડિપાર્ટમેન્ટનો વીડિયો હોવાનું અનુમાન છે. મહત્વનું છે કે 13 જાન્યુઆરીનો બપોરનો આ વીડિયો હોવાનુ અનુમાન છે.અગાઉ પણ MS યુનિવર્સિટીમા નમાઝ પઢવાના બે વીડિયો વાયરલ થયા હતા. કહેવાય છે કે જ્યાં રાજનીતિ થાય, ત્યાં વિવાદ પણ સર્જાય. પછી ભલે તે સરસ્વતીનું ધામ હોય કે પછી હોય ધાર્મિક સંસ્થા. કંઇક આવો જ ઘાટ વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીમાં સર્જાયો છે.

Published On - 9:57 am, Mon, 16 January 23

Next Video