ખેડા : બિલોદરાના સિરપકાંડનું વડોદરા કનેક્શન સામે આવ્યુ, કુલ પાંચ લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો, જુઓ વીડિયો

ખેડા : બિલોદરાના સિરપકાંડનું વડોદરા કનેક્શન સામે આવ્યુ, કુલ પાંચ લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો, જુઓ વીડિયો

| Edited By: | Updated on: Dec 02, 2023 | 2:12 PM

ખેડા સિરપકાંડના વોન્ટેડ આરોપીને લઇને TV9ને હાથ મહત્વપૂર્ણ જાણકારી લાગી છે અને વોન્ટેડ આરોપી નીતિન કોટવાણીના ગુનાહિત ઇતિહાસનો પર્દાફાશ થયો છે. પ્રાપ્ત વિગતો મુજબ 2 વર્ષ અગાઉ વડોદરા PCBના હાથે નીતિન કોટવાણી ઝડપાઇ ચૂક્યો છે, સિરપની બોટલમાં દારૂના કેસમાં વડોદરા PCBએ આરોપીની ધરપકડ કરી હતી

ખેડા સિરપકાંડને લઇને મહત્વના સમાચાર સામે આવ્યા છે. તપાસમાં બિલોદરાના સિરપકાંડનું વડોદરા કનેક્શન સામે આવ્યુ છે . તપાસમાં સામે આવ્યું છે કે આરોપી યોગેશ સિંધીએ વડોદરાના 2 ઇસમો પાસેથી સિરપ ખરીદી હતી. નીતિન કોટવાણી અને ભાવેશ સેવકાણી પાસેથી યોગેશ સિંધીએ 2 બોક્સ સિરપનો જથ્થો મેળવ્યો હતો.

મોતની જાણ થતા બાકીની સિરપ આરોપીએ ઢોળી દીધી

મહત્વનું છે કે પ્રત્યેક બોક્સમાં 50 નંગ લેખે 2 બોક્સમાં 100 સિરપની બોટલની ખરીદી કરવામાં આવી હતી. જેનું આરોપી દ્વારા નારાયણ સોઢાના ભાઇ ઇશ્વર સોઢાની કરિયાણાની દુકાનમાં વેચાણ થતું હતું અને આરોપીઓ બિલોદરામાં રૂ.130 ના ભાવે “કાલ મેઘાસવ” સિરપનું વેચાણ કરતા હતા. તપાસમાં એ પણ સામે આવ્યું છે કે કરિયાણાનો દુકાનદાર ઇશ્વર સોઢાએ 100માંથી 95 બોટલ વેચી મારી હતી, જ્યારે 3ના મોતની જાણ થતાં શેઢી નદીમાં વધેલી બોટલ ઇશ્વર સોઢાએ ઢોળી દીધી હતી. હાલ સમગ્ર મામલે નડિયાદ ગ્રામ્ય પોલીસ મથકે 5 આરોપીઓ વિરૂદ્ધ ગુનો નોંધાયો છે.

વોન્ટેડ આરોપી નીતિન કોટવાણીનો ગુનાહિત ઇતિહાસ

તો ખેડા સિરપકાંડના વોન્ટેડ આરોપીને લઇને TV9ને હાથ મહત્વપૂર્ણ જાણકારી લાગી છે અને વોન્ટેડ આરોપી નીતિન કોટવાણીના ગુનાહિત ઇતિહાસનો પર્દાફાશ થયો છે. પ્રાપ્ત વિગતો મુજબ 2 વર્ષ અગાઉ વડોદરા PCBના હાથે નીતિન કોટવાણી ઝડપાઇ ચૂક્યો છે, સિરપની બોટલમાં દારૂના કેસમાં વડોદરા PCBએ આરોપીની ધરપકડ કરી હતી અને ભુજની મધ્યસ્થ જેલમાં પાસા હેઠળ નીતિન કોટવાણીને ધકેલાયો હતો.

અગાઉ મિથેનોલ મિશ્રિત સેનિટાઇઝર બનાવવાનો પણ કોટવાણી સામે ગુનો નોંધાયો હતો. આ કેસમાં વડોદરાની ગોરવા પોલીસે આરોપી નીતિન કોટવાણીની ધરપકડ કરી હતી. સૂત્રોની માનીએ તો એક વર્ષ અગાઉ નીતિન કોટવાણી એક રાજકીય પક્ષમાં પણ જોડાયો હતો.

ખેડા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો