Vadodara: લોકોને લાખોનો ચુનો લગાવી વિદેશ ભાગી રહેલ વડોદરાનો બિલ્ડર જયેશ પટેલ મુંબઈ એરપોર્ટથી ઝડપાયો, જુઓ Video
લોકોને લાખો રુપિયાનો ચુનો લગાડનારો બિલ્ડર જયેશ પટેલને મુંબઈ એરપોર્ટથી ઝડપી લેવામાં આવ્યો છે. બિલ્ડર જયેશ પટેલ વિદેશ ભાગવા જઈ રહ્યો હતો, આ પહેલા જ મુંબઈ એરપોર્ટ પર તે ઝડપાઈ જવા પામ્યો છે. વડોદરા પોલીસ આરોપી જયેશ પટેલને મુંબઈથી વડોદરા લાવીને જેલને હવાલે કર્યો છે. જયેશ પટેલ મુંબઈ એરપોર્ટથી અમેરિકા જવા માટે નિકળ્યો હતો.
લોકોને લાખો રુપિયાનો ચુનો લગાડનારો બિલ્ડર જયેશ પટેલને મુંબઈ એરપોર્ટથી ઝડપી લેવામાં આવ્યો છે. બિલ્ડર જયેશ પટેલ વિદેશ ભાગવા જઈ રહ્યો હતો, આ પહેલા જ મુંબઈ એરપોર્ટ પર તે ઝડપાઈ જવા પામ્યો છે. વડોદરા પોલીસ આરોપી જયેશ પટેલને મુંબઈથી વડોદરા લાવીને જેલને હવાલે કર્યો છે. જયેશ પટેલ મુંબઈ એરપોર્ટથી અમેરિકા જવા માટે નિકળ્યો હતો. તેણે વાયા તુર્કિસ્તાનની ફ્લાઈટ પકડી હતી અને ત્યાંથી તે અમેરિકા જનારો હતો. પરંતુ આ દરમિયાન જ તે ઝડપાઈ જવા પામ્યો હતો અને અમેરિકાના બદલે જેલમાં ધકેલાયો છે.
આ પણ વાંચોઃ GST અધિકારી ACB ના છટકામાં ઝડપાયો, 1 લાખ રુપિયાની માંગી હતી લાંચ, કચેરીમાં જ પૈસા સ્વિકાર્યા
વડોદરાના ગોત્રી પોલીસ સ્ટેશનમાં જયેશ પટેલ વિરુદ્ધ 17 જેટલી ફરિયાદો નોંધાયેલી છે. આ ઉપરાંત વડોદરા ક્રાઈમ બ્રાન્ચે પણ એક ફરિયાદ જયેશ વિરુદ્ધ નોંધી હતી. જયેશ પટેલ સામે બાનાખત કરીને બાદમાં મિલકતના દસ્તાવેજ નહીં કરી છેતરપિંડી આચરતો હોવાની ફરિયાદ નોંધાઈ હતી. લગભગ પાંચ કરોડ રુપિયાની છેતરપિંડી જયેશે આચરી હોવાની ફરિયાદો નોંધાઈ છે. હવે જયેશ ફરાર રહીને કોના ત્યાં રોકાયો હતો એ દીશામાં તપાસ શરુ કરવામાં આવી છે.