Vadodara Video: નિવૃત્ત ડેપ્યુટી કલેક્ટર નવિન ભટ્ટે નશાની હાલતમાં સર્જ્યો અકસ્માત, માંજલપુર પોલીસે કરી ધરપકડ, જૂઓ Video

|

Aug 28, 2023 | 9:53 AM

માંજલપુર પોલીસે (Manjalpur Police) અકસ્માત સર્જનાર છોટાઉદેપુરમાંથી ડેપ્યુટી કલેકટર પદેથી નિવૃત્ત થયેલા નવિન ભટ્ટની ધરપકડ કરી છે. વડોદરામાં નિવૃત ડેપ્યુટી કલેક્ટરે સનસિટી સર્કલ નજીક રોંગ સાઈડમાં કાર ચલાવી સામેથી આવતી અન્ય કાર સાથે અકસ્માત સર્જ્યો હતો. જો કે સદનસીબે અકસ્માતમાં કોઇ જાનહાની થઇ નથી.

Vadodara : વડોદરામાં નિવૃત્ત ડેપ્યુટી કલેક્ટરે (Retired Deputy Collector) નશાની (Drunk) હાલતમાં અકસ્માત (Accident) સર્જ્યો છે. જેને લઇને માંજલપુર પોલીસે (Manjalpur Police) અકસ્માત સર્જનાર છોટાઉદેપુરમાંથી ડેપ્યુટી કલેકટર પદેથી નિવૃત્ત થયેલા નવિન ભટ્ટની ધરપકડ કરી છે. વડોદરામાં નિવૃત ડેપ્યુટી કલેક્ટરે સનસિટી સર્કલ નજીક રોંગ સાઈડમાં કાર ચલાવી સામેથી આવતી અન્ય કાર સાથે અકસ્માત સર્જ્યો હતો. જો કે સદનસીબે અકસ્માતમાં કોઇ જાનહાની થઇ નથી.

આ પણ વાંચો-સૌરાષ્ટ્રના વિવિધ શહેરોમાં PGVCLની તવાઈ, કુલ 82 કરોડ રુપિયાની વીજચોરી ઝડપાઈ, જૂઓ Video

અકસ્માતને પગલે લોકોના ટોળાં એકત્ર થયા હતા. જે પછી ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે કાર ચાલક નવિન ભટ્ટની તપાસ કરતા તે નશાની હાલતમાં મળ્યો હતો. જે પછી પોલીસે નવીન ભટ્ટનું મેડિકલ ચેકઅપ કરાવ્યું હતુ. છોટાઉદેપુરમાંથી જાન્યુઆરીમાં ડેપ્યુટી કલેકટર પદેથી નિવૃત્ત થયેલા નવીન ભટ્ટ માંજલપુરની ચંદ્રલોક સોસાયટીમાં રહે છે. હાલ પોલીસે સમગ્ર મામલે ગુનો દાખલ કરી કાર કબ્જે કરી છે.

વડોદરા સહિત  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video