Vadodara: પેટ્રોલ ભરેલો ટ્રક અચાનક ટોલ પ્લાઝાની ઓફિસમાં ઘુસી ગયો અને સર્જાઈ અફરાતફરી- જુઓ વીડિયો

|

Dec 06, 2022 | 6:56 PM

Vadodara: કરજણ ટોલ પ્લાઝા પર પેટ્રોલ ભરેલો ટ્રક અચાનક ટોલ પ્લાઝાની ઓફિસમાં ઘુસી ગયો હતો અને ગંભીર અકસ્માત સર્જાયો હતો. સદ્દનસીબે કોઈ મોટી જાનહાની થઈ નથી અને મોટી દુર્ઘટના ટળી છે. જો કે ટોલ પ્લાઝાની ઓફિસને ભારે નુકસાન પહોંચ્યુ છે.

વડોદરામાં કરજણ ટોલ પ્લાઝા પર ભયંકર ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં પેટ્રોલ ભરેલો ટ્રક ટોલ પ્લાઝાની ઓફિસમાં ઘુસી ગયો અને ભયંકર અકસ્માત સર્જાયો છે. અકસ્માતમાં સદ્દનસીબે કોઈ જાનહાની સર્જાઈ નથી, પરંતુ ટોલ પ્લાઝાની ઓફિસને ભારે નુકસાન પહોંચ્યુ છે. ડ્રાઈવર અને ક્લિનર બંનેને પણ સામાન્ય ઈજા પહોંચી છે. આ ગમખ્વાર અકસ્માતના સીસીટીવી ફુટેજ સામે આવ્યા છે. જેમા સ્પષ્ટ જોઈ શકાય છે કે ફુલ સ્પીડમાં અચાનક પેટ્રોલ ભરેલો ટ્રક ટોલ પ્લાઝાની ઓફિસમાં ઘુસી જાય છે. બેકાબૂ ટ્રક કાચનો દરવાજો તોડી ઓફિસમાં ઘુસી ગયો હતો. આ ઘટનાને પગલે ટોલ પ્લાઝા પર બેસેલા વ્યક્તિને સામાન્ય ઈજા થઈ છે.

પેટ્રોલ ભરેલો ટ્રક ટોલ પ્લાઝામાં ઘુસી જતા અકસ્માત

હાલ આ અકસ્માતને પગલે ટોલ પ્લાઝાને ભારે નુકસાન પહોંચ્યુ છે. સદ્દનસીબે મોટી દુર્ઘટના ટળી છે. આ ટ્રક વડોદરાથી સુરત જઈ રહ્યો હતો. તે દરમિયાન કરજણ ટોલ પ્લાઝા પર અચાનક જ ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા ટ્રક ધડાકાભેર ઓફિસમાં ઘુસી ગયો હતો. જેના કારણે ઓફિસના તમામ કાચના દરવાજા કડડભૂસ કરતા તૂટી ગયા હતા. જો કે ઓફિસમાં રહેલા ત્રણ લોકોનો બચાવ થયો છે અને નાની મોટી સામાન્ય ઈજા પહોંચી છે. તેમને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. ઘટનાને પગલે ફાયર વિભાગની ટીમને જાણ કરવામાં આવી હતી અને પેટ્રોલ ભરેલા ટ્રકને ફાયર વિભાગની ટીમ દ્વારા સલામત બહાર કાઢવાની તજવીજ હાથ ધરાઈ છે.

ઈનપુટ ક્રેડિટ- બલદેવ સુથાર- સુરત

 

Next Video