Gujarati Video : કોરોનાને લઇને આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલનું નિવેદન, 'લોકોએ ડરવાની નહીં સાવચેતી રાખવાની જરૂર'

Gujarati Video : કોરોનાને લઇને આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલનું નિવેદન, ‘લોકોએ ડરવાની નહીં સાવચેતી રાખવાની જરૂર’

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 01, 2023 | 5:38 PM

Corona News : ઋષિકેશ પટેલે જણાવ્યુ છે કે, કોરોનાથી ડરવાની જરૂર નથી. કોરોના હવે જીવનનો એક ભાગ બની ગયો છે.

ગુજરાતમાં વધી રહેલા કોરોનાના કેસ વચ્ચે આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે મહત્વનું નિવેદન આપ્યું છે. ઋષિકેશ પટેલે જણાવ્યુ છે કે, કોરોનાથી ડરવાની જરૂર નથી. કોરોના હવે જીવનનો એક ભાગ બની ગયો છે. કોરોનાના લક્ષણો સામાન્ય બની ગયા છે. લોકો કોરોનાથી ડરે નહીં પરંતુ સાવચેતી રાખે તેવી આરોગ્ય પ્રધાને અપીલ કરી હતી. ટેસ્ટીંગ વધારવા માટે પણ સૂચના આપી દીધી છે.

વેક્સિનને લઇને પણ આરોગ્ય પ્રધાને લોકોને ખાતરી આપી છે. તેમણે કહ્યું કે, વેક્સિનના જથ્થાની માગણી કરી છે. આવશે ત્યારે લોકો સુધી પહોંચાડવામાં આવશે. જથ્થો હતો ત્યારે કોઇ વેક્સિન લેવા આવતું ન હતું.

આ પણ વાંચો –Gujarati Video: આજથી એક્સપ્રેસ-વે પરની મુસાફરી પણ થઇ મોંઘી, લાઈટ કોમર્શિયલ વ્હીકલના ટોલમાં રૂ.10નો વધારો

આરોગ્ય વિભાગ કોરોનાના વધતા કેસોને લઇને સતર્ક

કોરોના કેસ વધતા આરોગ્ય તંત્ર સતર્ક બન્યું છે. માર્ચમાં શરૂઆતમાં ડબલ ડિઝિટ બાદ હવે અઠવાડિયાથી 300થી 400 કેસ સામે આવે છે. જેના પગલે આરોગ્ય વિભાગે ટેસ્ટિંગ, ટ્રેકિંગ ટ્રીટમેન્ટ પર ભાર મૂક્યો છે. ગુજરાતમાં રોજ 20 થી 25 હજાર લોકોના ટેસ્ટ કરવામાં આવે છે.

રામ નવમીની જાહેર રજાના દિવસે પણ 19 હજાર લોકોના ટેસ્ટ કરાયા હતા. અમદાવાદ અને સુરત એરપોર્ટ પર ત્રણ મહિનામાં 1200 ફ્લાઈટમાં 2 લાખ મુસાફર વિદેશથી આવ્યા હતા. જે પૈકી 4700 લોકોનું રેન્ડમ ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતુ. તો 32 લોકો કોરોના સંક્રમિત મળ્યાં છે. જેમના નમૂના જીનોમ સિકવન્સિંગ માટે મોકલાયા છે. ગુજરાતમાં સામે આવતા મોટાભાગના કોરોના કેસમાં લક્ષણો સામાન્ય હોવાથી દર્દીઓને હોમ આઈસોલેશનમાં રખાયા છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

g clip-path="url(#clip0_868_265)">