અમદાવાદમાં ઉત્તરાયણ પર્વે પોલીસ આવી રીતે કરશે કોવિડ નિયમોનું સર્વેલન્સ

| Edited By: | Updated on: Jan 11, 2022 | 5:55 PM

અમદાવાદમાં જો ધાબા પર જો ભીડ એકઠી થશે તો પોલીસ દ્વારા ડ્રોનથી નજર રાખવામાં આવશે અને જાહેરનામાનો ભંગ કરાતા કાર્યવાહી પણ થશે.

અમદાવાદમાં(Ahmedabad)ઉત્તરાયણ(Uttarayan ) પર્વને પગલે પોલીસ કમિશ્નર દ્વારા જાહેરનામું(Notification) બહાર પાડવામાં આવ્યું છે. ત્યારે જો નાગરિકો દ્વારા જાહેરનામાનો ભંગ કરવામાં આવશે તો કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. તેમજ ડ્રોનથી નજર રાખવામાં આવશે. ધાબા પર જો ભીડ એકઠી થશે તો પોલીસ દ્વારા ડ્રોનથી નજર રાખવામાં આવશે અને જાહેરનામાનો ભંગ કરાતા કાર્યવાહી પણ થશે.

આ સાથે ચાઈનીઝ દોરી અને ચાઈનીઝ ટુક્કલ ઉપર પણ પ્રતિબંધ છે… ચાઈનીઝ દોરીના વેચાણ અને ઉપયોગ કરતા લોકો ઝડપાયા તો પોલીસ દ્વારા કાર્યવાહી થશે..ધાર્મિક લાગણી દુભાય તેવા સ્લોગન પતંગ પર લખી શકાશે નહીં… ત્યારે 13 તારીખથી જ પોલીસ દ્વારા સર્વેલન્સ શરૂ કરી દેવામાં આવશે.

આ પણ વાંચો : અમદાવાદમાં પ્રેમ પ્રકરણમાં યુવકની હત્યા કરનાર આરોપી 19 વર્ષ બાદ પકડાયો. જાણો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચેલા આ કેસની વિગત

આ પણ વાંચો :  અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વિરોધ પક્ષના નેતા તરીકે શેહજાદ ખાન પઠાણની નિમણૂક