Uttarayan 2023 : ઘાતક ચાઈનીઝ દોરીએ અનેક જીંદગી છીનવી, તહેવારના દિવસે જ કેટલાક પરિવારોમાં માતમ છવાયો

|

Jan 15, 2023 | 1:03 PM

મકરસંક્રાતિનો પર્વ અનેક લોકો માટે દુ:ખનો દહાડો બન્યો હતો. પતંગની ઘાતકી દોરીથી અનેક લોકો ગંભીર રીતે ઘવાયા હતા. મહિસાગર, દેવભૂમિ દ્વારકા, રાજકોટ, અરવલ્લી, સાબરકાંઠા અને પંચમહાલ સહિત અનેક જિલ્લાઓમાં દુર્ઘટના સર્જાઈ હતી.

ઉત્તરાયણના તહેવારની હર્ષોલ્લાસ સાથે ઉજવણી થઈ પરંતુ બીજી તરફ ઘાતક દોરીએ અનેક લોકોની જીંદગી છીનવી હતી. જેના લીધે અનેક પરિવારમાં તહેવારના દિવસે માતમ છવાયો હતો. વડોદરામાં પતંગની દોરીથી સ્વામી યાદવ નામના 35 વર્ષીય યુવકનું ગળું કપાતા મોત થયું હતું. મહેસાણાના વિસનગરના કડા દરવાજા નજીક 4 વર્ષીય બાળકીનું ચાઈનીઝ દોરીથી મોત નિપજ્યું હતું. તો આ બાજુ જીવલેણ દોરીએ રાજકોટના કોઠારિયા શાકમાર્કેટ પાસે 7 વર્ષીય બાળકનો ભોગ લીધો હતો. આ સિવાય રાજકોટના જેતપુરમાં 12થી વધુ લોકોને દોરીથી ગંભીર ઈજાઓ પહોંચી હતી.

ઘાતકી દોરીથી અનેક લોકો ગંભીર રીતે ઘવાયા

તો આ તરફ મકરસંક્રાતિનો પર્વ અનેક લોકો માટે દુ:ખનો દહાડો બન્યો હતો. પતંગની ઘાતકી દોરીથી અનેક લોકો ગંભીર રીતે ઘવાયા હતા. મહિસાગર, દેવભૂમિ દ્વારકા, રાજકોટ, અરવલ્લી, સાબરકાંઠા અને પંચમહાલ સહિત અનેક જિલ્લાઓમાં દુર્ઘટના સર્જાઈ હતી. રાજકોટમાં પતંગ ચગાવતી વખતે અગાસી પરથી આધેડ પટકાયા હતા.. અરવલ્લીમાં ધનસુરા-માલપુર રોડ પર પતંગની દોરી ગળામાં ફસાઈ જતા પરિવારને અકસ્માત નડયો હતો..આ તરફ સાબરકાંઠાના ઈડરમાં ચાઇનીઝ દોરીથી યુવકનું ગળું કપાયું હતું…બીજી તરફ પંચમહાલમાં રેણા પાસે ચાઈનીઝ દોરીથી યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો

Published On - 7:17 am, Sun, 15 January 23

Next Video