Dahod : પોલીસે ગેરકાયદે લઇ જવાતો 550 થેલી યુરિયાનો જથ્થો જપ્ત કર્યો , તપાસ આરંભી

|

Jan 11, 2022 | 11:30 PM

દાહોદ પોલીસે રૂપિયા 1.65 લાખની કિંમતની યુરિયા ખાતરની 550 થેલી જપ્ત કરી છે. આ ખાતરનો જથ્થો કોની પાસેથી લીધો? ક્યાંથી આવ્યો અને ક્યાં લઇ જવાનો હતો? તે દિશામાં LCBએ તપાસ હાથ ધરી છે.

ગુજરાતમાં(Gujarat)અનેક સ્થળો પર ખાતરની(Fertilizer)અછતની બૂમો પડી રહી છે તેવામાં દાહોદ(Dahod)લોકલ ક્રાઈમ બ્રાન્ચે (LCB) યુરિયા(urea)ખાતરનો જથ્થો ઝડપી પાડ્યો છે. જેમાં ખાતરની થેલીઓ ભરેલો ટ્રક દેવગઢબારિયાથી ઝાલોદ જઈ રહ્યો હતો. આ દરમ્યાન પોલીસે ચેકિંગ કર્યું હતું. પોલીસની તપાસમાં જાણવા મળ્યું કે યુરિયા ખાતરનો આ જથ્થો ગેરકાયદે રીતે લઈ જવાતો હતો.

1.65 લાખની કિંમતની યુરિયા ખાતરની 550 થેલી જપ્ત કરી

જેને પગલે પોલીસે રૂપિયા 1.65 લાખની કિંમતની યુરિયા ખાતરની 550 થેલી જપ્ત કરી છે. આ ખાતરનો જથ્થો કોની પાસેથી લીધો? ક્યાંથી આવ્યો અને ક્યાં લઇ જવાનો હતો? તે દિશામાં LCBએ તપાસ હાથ ધરી છે.

યુરિયાનો ઉપયોગ મુખ્યત્વે ખેતી માટેની જમીનમાં નાઇટ્રોજનનું પ્રમાણ વધારી, જમીનની ફળદ્રુપતાની શક્તિ વધારવા માટે કરવામાં આવે છે. જો કે કયા કારણોસર યુરીયા ખાતરની તંગી છે તે વાતથી ખેડૂતો અજાણ છે.

ખેડૂતોને સમયસર યુરિયા ખાતર મેળવવામાં મુશ્કેલી

ગુજરાતના અનેક જિલ્લાઓમાં ખેડૂતોને યુરિયા ખાતર મેળવવામાં મુશ્કેલી પડી રહી છે. તેમજ અનેક સ્થળોએ યુરિયા ખાતરનો મોટો જથ્થો પણ ઝડપાઇ રહ્યો છે. જેના પગલે ખેડૂતોને સમયસર યુરિયા ખાતર મેળવવામાં મુશ્કેલી પડી રહી છે. તેમજ સરકાર દ્વારા ઝડપથી વધુમાં વધુ જથ્થો ખેડૂતોને મળે તે માટે પ્રયાસ હાથ ધરવામાં આવે તેવી ખેડૂતોની માંગ છે.

આ  પણ વાંચો : Anand: કીર્તિદાન ગઢવીના ડાયરાને લઈને પોલીસ એક્શનમાં, 10 લોકો વિરુદ્ધ ફરિયાદ દાખલ

આ પણ વાંચો :  ખેડૂતોએ 72 કલાકમાં પાકના નુકસાન અંગે વીમા કંપનીને જાણ કરવી જરૂરી, નહીં તો વળતર મેળવવું બનશે મુશ્કેલ

Published On - 11:16 pm, Tue, 11 January 22

Next Video