UPSC Exam Result : સુરતના ASIના પુત્ર મયુર પરમારે UPSC પરીક્ષા પાસ કરી પરિવાર અને રાજ્યનું નામ કર્યુ રોશન, Tv9 સાથે મયુર પરમારની ખાસ વાતચીત-જુઓ Video

|

May 23, 2023 | 6:56 PM

Surat: સુરતના ASIના પુત્ર મયુર પરમારે UPSC પરીક્ષા પાસ કરી પરિવાર અને રાજ્યનું નામ રોશન કર્યુ છે. મયુર પરમારે સ્પીપાના ઓનરોલ 38 વિદ્યાર્થીઓમાં 9 મો રેન્ક મેળવ્યો છે. જ્યારે સમગ્ર દેશમાં 823માં રેન્ક પ્રાપ્ત કર્યો છે. UPSC પરીક્ષા પાસ કરવા સુધીની સફર વિશે tv9 સંવાદદાતાએ મયુર સાથે કરી ખાસ વાતચીત.

યુનિયન પબ્લિક સર્વિસ કમિશને UPSC સિવિલ સર્વિસ એક્ઝામનું પરિણામ આજે જાહેર કર્યું છે. જેમાં સુરતના યુવક મયુર પરમારે દેશમાં 823 અને ગુજરાતમાં 9મો રેન્ક મેળવ્યો છે.  મયુર પરમારના પિતા સુરત પોલીસ વિભાગમાં  હેડ કોન્સ્ટેબલ છે અને પીસીઆર વાનના ડ્રાઇવર છે. ફાઈનલ રિઝલ્ટમાં કુલ 933 ઉમેદવારની પસંદગી કરવામાં આવી છે, તેમાંથી 345 ઉમેદવાર બિન અનામત, 99 EWS, 263 OBC, 154 SC અને 72 ST કેટેગરીના છે. જેમાં સુરતના મયુર રમેશભાઈ પરમારે યુપીએસસી ક્રેક કરી છે. ગુજરાતી લિટરેચરમાં પાસ થયો છે. મયુર છેલ્લા 4 વર્ષથી તૈયારી કરતો હતો.

UPSC માં સફળતા કેવી રીતે મેળવી?

મયુરે જણાવ્યું હતું કે, છેલ્લા 4 વર્ષથી તૈયારી કરી રહ્યો હતો. ત્રણવાર ટ્રાય કરી હતી જેમાં નિષ્ફળ રહ્યો હતો. જ્યારે આ ચોથી ટ્રાયમાં સફળ થયો છું. આ સફળતા પાછળ મારા પિતા સહિતનો પરિવાર સાથે જ મને તૈયારી કરાવનાર છે. હજુ પણ મારી તૈયારી ચાલુ જ છે. હજુ રેન્ક ઉપર લાવવાની ટ્રાય રહેશે.

મયુર જણાવે છે કે તેને પાયાથી જ શ્રેષ્ઠ શિક્ષણ મળ્યુ છે અને NITમાંથી ગ્રેજ્યુએટ થયા છે. યુપીએસસી માટે વધારે ક્વોલિટી વાઈઝ વાંચવુ, રાત્રે રિડીંગ અને ઓનલાઈન સાધનોનો સૌથી વધુ મહત્તમ ઉપયોગ કરીને સ્માર્ટ સ્ટડીના માધ્યમથી તેમને આ સફળતા મળી છે.

આગળ શું ગોલ રહેશે?

મયુર પરમારે જણાવ્યુ કે તે આગળ ઈન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસમાં એજ્યુકેશન સેક્ટર અને સોશિયલ સેક્ટરમાં સેવા આપવાનો છે. હાલ તૈયારી તો એ જ છે કે વધુ સારો પ્રયત્ન કરી IAS સર્વિસ મેળવુ.

આ પણ વાંચો : UPSC 2022 Topper ઇશિતા કિશોર અને UPSC 2nd ગરિમા લોહિયાની જાણો સફળતાની કહાની

UPSC માટે કેટલી મહેનત કરતા હતા ?

આ અંગે મયુર પરમારે જણાવ્યુ કે શરૂઆતમાં તેઓ 10 કલાકથી વધુ મહેનત કરતા હતા જો કે પાછળથી સ્માર્ટ સ્ટડી સંદર્ભે ધ્યાન આપ્યુ અને 9 કલાક જેટલી રૂટિન મહેનત કરતા હતા.

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video