રાજ્યમાં ફરી કમોસમી વરસાદની આગાહી, જાણો કયા વિસ્તારોમાં પડશે વરસાદ
સાયક્લોનીક સર્કયુલેશન સક્રિય થતાં કમોસમી વરસાદ પડશે. 3 દિવસ બાદ રાજ્યમાં ઠંડીનું જોર વધશે. હાલ સૌથી ઓછું નલિયામાં 12.2 ડિગ્રી તાપમાન છે. જ્યારે અમદાવાદમાં 19.6 ડિગ્રી જ્યારે ગાંધીનગરમાં 19.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે. મિચાંગ સાયક્લોનની ગુજરાત પર હાલ કોઈ અસર રહેશે નહીં.
રાજ્યમાં ફરી માવઠાને લઈને હવામાન વિભાગ દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે. આગામી 3 દિવસ છૂટાછવાયા કમોસમી વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. 24 કલાકમાં દાહોદ, પંચમહાલ, ખેડા, મહીસાગરમાં વરસાદની આગાહી કરાઈ છે. તો આવતીકાલે દક્ષિણ ગુજરાતના વડોદરા, ભરૂચ, નર્મદામાં વરસાદ પડી શકે છે.
આ પણ વાંચો રાજ્યમાં ફરી માવઠું, મહીસાગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ, જુઓ વીડિયો