ભાવનગર માર્કટ યાર્ડમાં વરસાદને કારણે ડુંગળી પલળી જતા હરાજી બંધ કરાઈ, જુઓ VIDEO

|

Mar 22, 2023 | 10:15 AM

90 હજાર ડુંગળી ની ગુણીમાંથી આશરે 50 હજાર ગુણી પલળી જતા વેપારીઓને મોટુ નુકશાન થયુ છે. કમોસમી વરસાદને કારણે હાલ તો વેપારીઓ ડુંગળી નહીં ખરીદે તેવી સેક્રેટરીએ જાહેરાત કરી છે.

Bhavnagar : ભાવનગર માર્કટ યાર્ડમાં કમોસમી વરસાદને કારણે ડુંગળી પલળી જતા હરાજી બંધ થઈ, તો સાથે જ યાર્ડમા નવી ડુંગળી લાવવા પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. 90 હજાર ડૂંગળીની ગુણીમાંથી આશરે 50 હજાર ગુણી પલળી જતા વેપારીઓને મોટુ નુકશાન થયુ છે. કમોસમી વરસાદને કારણે હાલ તો વેપારીઓ ડૂંગળી નહીં ખરીદે તેવી સેક્રેટરીએ જાહેરાત કરી છે.

વરસાદને કારણે હાલ વેપારીઓ ડુંગળી નહીં ખરીદે

તો આ તરફ રાજ્યમાં આગામી ત્રણ દિવસ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર, ઉતર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની હવામાન વિભાગ દ્વારા શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ વરસી શકે છે. કચ્છ, પોરબંદર અને દ્વારકામાં વરસાદ થવાની શક્યતા છે. જામનગર, રાજકોટ, બનાસકાઠા,સાબરકાંઠામાં પણ માવઠુ પડી શકે છે. તો આ તરફ દક્ષિણ ગુજરાતના વલસાડ, સુરત અને ડાંગમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે.

હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજુલાના ગ્રામ્ય વિસ્તારોમાં ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. ભારે કમોસમી વરસાદને કારણે સ્થાનિક નદીઓમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. જેમાં રાજુલના વાવેરા, વણોટ, ઘાડલા સહિતના ઉપરવાસના ગામડાઓમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. જેમાં ભારે વરસાદને કારણે ઘાણો નદીમાં પૂર આવ્યું છે.તો બીજી તરફ કમોસમી વરસાદને કારણે ખેડૂતોના પાકને નુકસાન જવાની ભીતિ છે.

Published On - 9:54 am, Wed, 22 March 23

Next Video