વરસાદની આગાહીના પગલે ગુજરાતના માર્કેટ યાર્ડોમાં તકેદારીના પગલા, કૃષિ પેદાશો પલળે નહીં તેની વ્યવસ્થા કરાઇ, જુઓ વીડિયો

વરસાદની આગાહીના પગલે ગુજરાતના માર્કેટ યાર્ડોમાં તકેદારીના પગલા, કૃષિ પેદાશો પલળે નહીં તેની વ્યવસ્થા કરાઇ, જુઓ વીડિયો

| Edited By: | Updated on: Nov 24, 2023 | 10:04 AM

રાજ્યના જુદા-જુદા વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહીને પગલે રાજ્યના માર્કેટ યાર્ડોમાં તકેદારીના પગલા લેવાઈ રહ્યા છે. ખેડૂતોના પાક વરસાદમાં પલળે નહીં તે માટેની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. બોટાદ માર્કેટ યાર્ડના સંચાલકોએ ખેડૂતોને સૂચના આપી શકે છે.

બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાંથી આવી રહેલા ભેજના કારણે આજથી રાજ્યના વાતાવરણમાં પલટો આવશે .અમદાવાદ સહિત રાજ્યના વિવિધ વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવો વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. ત્યારે ખેડૂતોને તેમનો પાક બચાવવા માટે કૃષિ વિભાગ દ્વારા સૂચના આપવામાં આવી છે.

રાજ્યના જુદા-જુદા વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહીને પગલે રાજ્યના માર્કેટ યાર્ડોમાં તકેદારીના પગલા લેવાઈ રહ્યા છે. ખેડૂતોના પાક વરસાદમાં પલળે નહીં તે માટેની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. બોટાદ માર્કેટ યાર્ડના સંચાલકોએ ખેડૂતોને સૂચના આપી શકે છે. તાડપત્રીથી ઢાંકીને જણસી લાવવામાં આવે, તો અમરેલીના બાબરા APMCમાં પાક પલળે નહીં તે માટે વેપારીઓને વ્યવસ્થા કરવા માટે સૂચના અપાઈ છે.

આ પણ વાંચો-સુરેન્દ્રનગરના ચોટીલા APMCમાં કપાસના મહત્તમ ભાવ રૂપિયા 8200 રહ્યા, જાણો જુદા-જુદા પાકના ભાવ

બીજી તરફ રાજકોટના જસદણ માર્કેટ યાર્ડમાં શેડમાં કૃષિ પાકોને ઉતારવામાં આવશે.ખૂલ્લી જગ્યાએ પાક નહીં રાખવામાં આવે, તો જામનગર માર્કેટ યાર્ડમાં મગફળી અને મરચાની આવક હાલ પુરતી બંધ કરવામાં આવી છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો