બનાસકાંઠાના ભાભર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં કરા સાથે ધોધમાર વરસાદ
બનાસકાંઠા જિલ્લામાં પણ વહેલી સવારથી અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ નોંધાયો હતો. બનાસકાંઠા જિલ્લાના પાલનુપુર, ભાભર, અમીરગઢ સહિતના વિસ્તારોમાં ધોધમાર કમોસમી વરસાદ ગાજવીજ સાથે વરસ્યો હતો. આ દરમિયાન ભાભર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં કરા સાથે વરસાદ વરસ્યો હતો. કરા વરસવાને લઈ જાણે કે વિસ્તારમાં ખેતરોમાં સફેદ ચાદર પથરાઈ ગઈ હોય એવા દ્રશ્ય જોવા મળતા હતા.
બનાસકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદ વહેલી સવારથી વરસ્યો હતો. શિયાળાની કડકડતી ઠંડી પડવાને લઈ વહેલી સવારથી ચોમાસાની ઋતુની જેમ જ કમોસમી વરસાદ ગાજવીજ સાથે વરસ્યો હતો. બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર સહિત જિલ્લાના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ નોંધાયો હતો. જિલ્લામાં ધાનેરા, અમીરગઢ વિસ્તારોમાં પણ વરસાદ નોંધાયો હતો.
આ પણ વાંચોઃ હિંમતનગરમાં પેટ્રોલપંપમાં તસ્કર ત્રાટક્યા, ઓફિસમાં ઘૂસી 1.93 લાખની રોકડ રકમની ચોરી આચરી
આ દરમિયાન ભાભર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. ભાભર તાલુકામાં કરા સાથે ભારે વરસાદ વરસ્યો હતો. વીડિયોમાં જોઈ શકાય છે કે, કરા સાથે વરસાદ વરસતા ઘરના આંગણામાં જાણે બરફની ચાદર છવાઈ ગઈ હતી.
બનાસકાંઠા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published on: Nov 26, 2023 04:12 PM
