કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાની સુપોષણ અભિયાનમાં હાજર રહ્યા, કાર્યકર્તાઓએ બાળકોને દત્તક લઇ સુપોષિત કરવાનો સંકલ્પ કર્યો

|

May 01, 2022 | 10:01 PM

સ્મૃતિ ઈરાનીએ કહ્યું હતું કે,ગુજરાતમાં પ્રથમ વખત પક્ષના કાર્યકર્તાઓએ 36 હજારથી વધારે બાળકોને દત્તક લઇ સુપોષિત કરવાનો સંકલ્પ કર્યો છે. આ ઉપરાંત સ્મૃતિ ઈરાની અમદાવાદમાં ફાર્મા સેક્ટરની નેશનલ કોન્ફરન્સમાં પણ હાજર રહ્યા હતા.

કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાની(Smriti Irani) ગુજરાતના (Gujarat) પ્રવાસે હતા. તેઓ ગાંધીનગરના ધોળકુવા ખાતે સુપોષણ (Suposhan) અભિયાનમાં  હાજર રહ્યા. આ અભિયાનથી ગુજરાતમાં કુપોષિત બાળકોને દત્તક લઈ તેમનું જીવનધોરણ સુધારવાનો હેતું છે. આ કાર્યક્રમમાં સ્મૃતિ ઈરાનીએ કહ્યું હતું કે,ગુજરાતમાં પ્રથમ વખત પક્ષના કાર્યકર્તાઓએ 36 હજારથી વધારે બાળકોને દત્તક લઇ સુપોષિત કરવાનો સંકલ્પ કર્યો છે. આ ઉપરાંત સ્મૃતિ ઈરાની અમદાવાદમાં ફાર્મા સેક્ટરની નેશનલ કોન્ફરન્સમાં પણ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં ફાર્મા અને હેલ્થકેર સેક્ટરના ડેવલોપમેન્ટ અને મહિલાઓની ભાગીદારી પર ચર્ચા કરવામાં આવી હતી. આ તરફ કેડી હોસ્પિટલમાં 50 મહિલાઓ પર લખાયેલી પુસ્તકનું વિમોચન કેન્દ્રીય પ્રધાનના હસ્તે કરાયું. વિવિધ ક્ષેત્રોમાં પ્રેરણા પૂરી પાડનારી મહિલાઓ પર આ પુસ્તક લખાયું છે. જેમાં સ્મૃતિ ઈરાની હાજર રહ્યા હતા.

આ પુસ્તકમાં ગુજરાતની 50 પ્રેરણાદાયી મહિલાઓને આવરી લેતી એક કોફી ટેબલ બુક તૈયાર કરી છે, જેનું નામ છે “50 ઇન્સ્પાયરિંગ વિમેન ઓફ ગુજરાત”.આ પુસ્તકમાં વિવિધ ક્ષેત્રમાં પોતાની જાતે જ આગવી ઓળખાણ ઉભી કરનાર ગુજરાતની મહિલાઓ અને ગુજરાતી મૂળની મહિલાઓને આવરી લેવામાં આવી છે. જેનું વિમોચન 1લી મે, 2022ના રોજ કેન્દ્રીય મહિલા અને બાળવિકાસ મંત્રી (ભારત સરકાર) સ્મૃતિ ઈરાનીના હસ્તે વિમોચન કરવામાં આવ્યું.

આ પણ વાંચો : ગુજરાત પોલીસના જવાનોએ રંગ રાખ્યો, 42મી માસ્ટર નેશનલ એથ્લેટિક ચેમ્પિયનશિપમાં જીત્યા 5 ચંદ્રકો

આ પણ વાંચો :  અમદાવાદના મણિનગરમાં શાકભાજી વેચતા વ્યક્તિની એક કિડનીમાંથી નીકળી 250થી વધુ પથરી

Published On - 9:58 pm, Sun, 1 May 22

Next Video