Vadodara: સાળંગપુરના ભીંતચિંત્રો વિવાદ મામલે કેન્દ્રીય પ્રધાન રુપાલાએ કહ્યુ-આવા વિવાદો દુર્ભાગ્યપૂર્ણ, જુઓ Video
કેન્દ્રીય પ્રધાન પરષોત્તમ રુપાલાએ જોકે આ વિવાદથી પોતાને દૂર રાખવા માટે પ્રયાસ કર્યો હતો. તેઓએ વડોદરામાં એક સહકારી મંડળીના સંદર્ભના કાર્યક્રમ વેળાએ મીડિયાના સવાલને જવાબ આપતા કહ્યુ હતુ કે, આજે મંગલ પ્રસંગે અહીં તેઓ આવ્યા છે અને અહીંથી આ વિવાદથી થોડા દૂર રહીએ. આવા વિવાદો એ દુર્ભાગ્યપુર્ણ છે, એ નહીં થવુ જોઈએ.
સાળંગપુર વિવાદ ખૂબ ચર્ચામાં છે. વિવાદાસ્પદ ભીંતચિત્રોને લઈ ખૂબ જ ચર્ચાઓ દેશભરમાં શરુ થઈ છે. જોકે આ દરમિયાન હવે આ ભીંતચિંત્રો દૂર કરવાને લઈ આશ્વાસ આપવામાં આવ્યુ છે. જોકે આ વિવાદો વચ્ચે આગેવાનો અને અન્ય લોકોએ પોતાના મત રજૂ કરવાને લઈ આ મામલો ખૂબ જ વિવાદોમાં રહ્યો છે. કેન્દ્રીય પ્રધાન પરષોત્તમ રુપાલાએ આ દરમિયાન વડોદરામાં નિવેદન કર્યુ હતુ કે, આવા વિવાદો દુર્ભાગ્યપૂર્ણ છે.
પ્રધાન રુપાલાએ જોકે આ વિવાદથી પોતાને દૂર રાખવા માટે પ્રયાસ કર્યો હતો. તેઓએ વડોદરામાં એક સહકારી મંડળીના સંદર્ભના કાર્યક્રમ વેળાએ મીડિયાના સવાલને જવાબ આપતા કહ્યુ હતુ કે, આજે મંગલ પ્રસંગે અહીં તેઓ આવ્યા છે અને અહીંથી આ વિવાદથી થોડા દૂર રહીએ. આવા વિવાદો એ દુર્ભાગ્યપુર્ણ છે, એ નહીં થવુ જોઈએ.
આ પણ વાંચોઃ Sabarkantha: હિંમતનગરની નવી સિવિલ હોસ્પિટલમાં ગંદકીના ઢગ, સ્થાનિક યુવાનોએ શરુ કર્યુ અભિયાન, જુઓ Video
વડોદરા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published on: Sep 03, 2023 04:13 PM