Amit Shah Visit Gujarat :  ગૃહપ્રધાન અમિત શાહ ખાતમૂહર્ત કરવાના છે તે ઇન્ટરનેશનલ સ્પૉર્ટ્સ કોમ્પ્લેક્સની જાણો ખાસિયતો

Amit Shah Visit Gujarat : ગૃહપ્રધાન અમિત શાહ ખાતમૂહર્ત કરવાના છે તે ઇન્ટરનેશનલ સ્પૉર્ટ્સ કોમ્પ્લેક્સની જાણો ખાસિયતો

| Edited By: | Updated on: May 29, 2022 | 11:36 AM

20.39 એકર જમીનમાં નિર્માણ પામનારા અત્યાધુનિક સ્પોર્ટ્સ કોમ્પલેક્સના ખાતમુહૂર્ત પ્રસંગે સીએમ ભૂપેન્દ્ર પટેલ, (CM Bhupendra Patel) ધારાસભ્યો, પદાધિકારીઓ, કોર્પોરેટરો સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેશે.

અમદાવાદના(Ahmedabad)  નારણપુરામાં 631 કરોડના ખર્ચે બનનારા ઇન્ટરનેશનલ સ્પૉર્ટ્સ કોમ્પ્લેક્સનું (International Sports Complex) આજે સાંજે 4 કલાકે અમિત શાહના(Amit Shah)  હસ્તે ખાતમુહૂર્ત કરાશે. 20.39 એકર જમીનમાં નિર્માણ પામનારા અત્યાધુનિક સ્પોર્ટ્સ કોમ્પલેક્સના ખાતમુહૂર્ત પ્રસંગે સીએમ ભૂપેન્દ્ર પટેલ, ધારાસભ્યો, પદાધિકારીઓ, કોર્પોરેટરો સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેશે. વિશ્વકક્ષાના આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ માટે કેન્દ્ર સરકાર દ્વારા ગ્રાન્ટ ફાળવવામાં આવશે.જેના માટે કેન્દ્ર સરકારના નાણાં વિભાગે પ્રાથમિક મંજૂરી આપી દીધી છે. જેથી કેન્દ્ર તરફથી ગુજરાત સરકારને (Gujarat Govt) ગ્રાન્ટ આપવામાં આવશે.

સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં છે આ ખાસ સુવિધા

આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં 300 લોકો રહી શકે તેવી વ્યવસ્થા છે.આ સાથે ટેબલ ટેનિસ, કબડ્ડી, યોગ, વોલીબોલ, બેડમિન્ટન, ટેક્વાન્ડો સહિતના અલગ-અલગ પ્રકારના રમત રમી શકાય તેવા મેદાન તૈયાર કરવામાં આવશે. આખા પ્રોજેક્ટને 6 ભાગમાં વહેંચવામાં આવ્યો છે,

જેમાં એક્વાટિક કોમ્પ્લેક્સ, કોમ્યુનિટી સ્પોર્ટ્સ સેન્ટર, સેન્ટર ફોર સ્પોર્ટ્સ એક્સેલન્સ, ઇન્ડોર મલ્ટી સ્પોર્ટ્સ એરેના, ફિટ ઇન્ડિયા ઝોન અને આઉટડોર સ્પોર્ટ્સનો સમાવેશ કરવામાં આવ્યો છે. સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં કુલ 4 બિલ્ડિંગ અને 6 ગેટ રહેશે. 850 ટૂ-વ્હીલર અને 800 ફોર-વ્હીલર પાર્ક થઈ શકે એવું પાર્કિગ બનાવાશે. ખેલાડીઓ અને પ્રેક્ષકોને ટ્રાન્સપોર્ટેશનની સરળ વ્યવસ્થા રહે એના માટે શહેરની વચ્ચે આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનશે.

Published on: May 29, 2022 11:34 AM