કચ્છમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ મંડવીયાના ધામા, બિપરજોય વાવાઝોડાની પરિસ્થિતિ પર PMOમાંથી નજર, જુઓ Video

|

Jun 14, 2023 | 8:45 AM

બિપરજોય વાવાઝોડાને કારણે કચ્છમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ મંડવીયા પહોંચ્યા છે. જ્યાં તમામ પરિસ્થિતિનો તાગ મેળવી જરુરી સૂચનાઓ આપી છે. અત્યાર સુધી 9 હજાર લોકોનું સલામત જગ્યાએ સ્થળાંતર કરાયા છે. સાથે 131 સગર્ભા મહિલાઓને સલામત જગ્યાએ સ્થળાંતર કરાઇ છે.

Cyclone Biparjoy: બિપરજોય વાવાઝોડાની પરિસ્થિતિ પર સતત PMOમાંથી નજર રાખવામા આવી રહી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રીવ્યુ બેઠક કરી છે. કચ્છમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ મંડવીયા કચ્છમાં સતત પરિસ્થિતિની સમીક્ષા કરી રહ્યા છે. તેમણે જણાવ્યુ કુદરત આફત સામે પુરી તાકત થી લડીશું. દરિયાકાંઠા વિસ્તારોમાં હાલ સ્થળાંતર ચાલુ છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર ખડે પગે આ અંગે કામ કરી રહી છે.

આ પણ વાંચો : કચ્છમાં અત્યાર સુધીમાં 9 હજાર લોકોનું કરાયુ સ્થળાંતર, 131 ગર્ભવતી મહિલાઓને સલામત સ્થળે ખસેડાઈ

બિપરજોયને લઇને હવામાન વિભાગની મોટી આગાહી સામે આવી છે. આગામી બે દિવસ દરિયાકાંઠે ભારેથી અતિ ભારે વરસાદ રહેશે. બુધવારે કચ્છ અને દ્વારકામાં અતિ ભારે વરસાદની શક્યતા છે. પોરબંદર, જામનગર અને મોરબીમાં પણ અતિ ભારે વરસાદનું એલર્ટ છે. જૂનાગઢ અને રાજકોટ પંથકને પણ ધોધમાર વરસાદ ધમરોળશે. 15 જૂને કચ્છ, દ્વારકા અને જામનગરમાં અતિ ભારે વરસાદની આગાહી પણ વ્યક્ત કરાઇ છે. પોરબંદર, રાજકોટ, જૂનાગઢ અને મોરબીમાં પણ એલર્ટ અપાયું છે.

બિપરજોય  વાવાઝોડાના તાજા સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 11:20 pm, Tue, 13 June 23

Next Video