વર્ષ 2024ની ચૂંટણી પહેલાના મોદી સરકારના અંતિમ પૂર્ણ બજેટને મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે આવકાર્યું છે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે નાણાપ્રધાન નિર્મલા સીતારમણે રજૂ કરેલા બજેટને અમૃત કાળને અમૃત બનાવનારું બજેટ ગણાવ્યું. તેમણે કહ્યું કે આ બજેટ ભારતને વિશ્વગુરૂ, આત્મનિર્ભર અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ તરફ આગળ લઇ જનારું છે. બજેટમાં તમામ વર્ગની જરૂરિયાતોને ધ્યાને રાખીને અનેક મહત્વની જોગવાઇઓ કરવામાં આવી છે તેમ મુખ્યપ્રધાને જણાવ્યુ.
આપને જણાવી દઈએ કે, કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સીતારમણે સંસદમાં નાણાકીય વર્ષ 2023-24 માટે કેન્દ્રીય બજેટ રજૂ કર્યું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારના બીજા કાર્યકાળનું આ પાંચમું બજેટ છે. છેલ્લા બે વર્ષના સામાન્ય બજેટની જેમ આ બજેટ પણ પેપરલેસ છે. આ બજેટમાં દેશના આર્થિક વિકાસ અને અર્થવ્યવસ્થાને લગતા વિવિધ નિર્ણયો લેવામાં આવ્યા.તો બજેટમાં 7 પ્રાથમિકતાઓ પર ભાર મુકવામાં આવ્યો.
Published On - 3:44 pm, Thu, 2 February 23