Valsad: ભાજપના નેતાની દાદાગીરી ! તાલુકા પ્રમુખને ધમકી આપતા ગિરિરાજસિંહ જાડેજા વિવાદમાં

|

May 21, 2022 | 9:27 AM

ગિરિરાજસિંહ જાડેજાએ જ ગ્રામ પંચાયતની કચેરીનું બાંધકામ કરવાનો કોન્ટ્રાક્ટ લીધો હતો. જેથી તેમણે તાલુકા(Umargam Taluka) પ્રમુખ રમેશ ધાંગડાને ફોન કરીને ધમકી આપી હતી.

Valsad News :વલસાડ જિલ્લા ભાજપના(BJP)  સંગઠન મંત્રી ગિરિરાજસિંહ જાડેજા (Girirajsinh Jadeja) વિવાદમાં આવ્યા છે.ઉમરગામ (Umargam) તાલુકા પંચાયતના પ્રમુખ રમેશ ધાંગડાએ ગિરિરાજસિંહ જાડેજા સામે પોલીસ(Valsad Police)  ફરિયાદ નોંધાવી છે. ગિરિરાજસિંહ જાડેજા સામે ધમકી અને જાતિ વિષયક અપશબ્દો બોલી અપમાનિત કર્યાનો આરોપ લગાવ્યો છે. તાલુકા પ્રમુખે જણાવ્યું હતું કે તેઓ ઝરોલી ગ્રામ પંચાયતના નવી બની રહેલી કચેરીના સ્થળ પર નિરીક્ષણ પર ગયા હતા. જો કે નવી બની રહેલી કચેરીનું બાંધકામ હલકી ગુણવતાવાળું હોવાથી તેમણે આ બાબતે એન્જિનિયરને ટકોર કરી હતી. ગિરિરાજસિંહ જાડેજાએ જ ગ્રામ પંચાયતની કચેરીનું બાંધકામ કરવાનો કોન્ટ્રાક્ટ લીધો હતો. જેથી તેમણે તાલુકા પ્રમુખ રમેશ ધાંગડાને ફોન કરીને ધમકી આપી હતી.

BJP આગેવાને PGVCLના ડેપ્યુટી એન્જિનિયર પર કર્યો હતો હુમલો

આ પહેલા રાજકોટના પડધરી તાલુકાના મોવિયા ગામે ભાજપના આગેવાનની દાદાગીરી સામે આવી હતી. BJP આગેવાન ધીરુભાઈ તળપદાએ (Dhirubhai Talpada) પીજીવીસીએલના ડેપ્યુટી એન્જિનિયર (PGVCL DY Engineer) પર હુમલો કર્યો હતો. બાદમાં ઈજાગ્રસ્ત થયેલા એન્જિનિયરને રાજકોટની વોકહાર્ટ હોસ્પિટલમાં દાખલ કરવાની ફરજ પડી હતી. મળતી માહિતી મુજબ વીજ ચેકિંગ દરમિયાન PGVCLના એન્જિનિયરને ભાજપના આગેવાને લાફા માર્યા હતા.ધીરુભાઈના પ્લાન્ટ અને ઘરમાં ચેકીંગ દરમિયાન તેણે આ હુમલો કર્યો હતો.

 

Next Video