Gujarati video : ઉમરગામના મામલતદાર 5 લાખની લાંચ લેતા ઝડપાયા, સુરત ACBએ રંગેહાથે ઝડપ્યા

|

May 24, 2023 | 9:39 AM

Valsad News : ફરિયાદીની જમીનમાં વારસાઈ કરાવવા તકરારી મેટર બની હતી. ફરિયાદીની તરફેણમાં હુકમ કરવા માટે મામલતદાર દ્વારા 7.50 લાખ રુપિયાની લાંચ માગવામાં આવી હતી.

વલસાડ (Valsad) જિલ્લાના ઉમરગામના મામલતદાર અમિત ઝડફિયા 5 લાખની લાંચ (bribe) લેતા લેતા ઝડપાયા છે. સુરત ACBએ મામલતદાર ઓફિસમાં જ છટકું ગોઠવી અમિત ઝડફિયાને રંગે હાથે ઝડપી પાડ્યા છે. ફરિયાદી દ્વારા ઉમરગામ મામલતદાર કચેરીમાં જમીનની વારસાઈ કરાવવા માટે અરજી કરવામાં આવી હતી. તે જમીનનો થર્ડ પાર્ટીનો દાવો મામલતદારની કોર્ટમા ચાલી રહ્યો હતો. જે જમીનમાં વારસાઈ કરાવવા તકરારી મેટર બની હતી. ફરિયાદીની તરફેણમાં હુકમ કરવા માટે મામલતદાર દ્વારા 7.50 લાખ રુપિયાની લાંચ માગવામાં આવી હતી.

આ પણ વાંચો-Gujarati video : વડોદરાના સાવલીમાં કોન્સ્ટેબલ અને બે યુવક વચ્ચે બબાલ, મારામારીમાં બંને પક્ષને પહોંચી ઇજા

ફરિયાદના આધારે સુરત રૂરલ ACBની ટીમે છટકુ ગોઠવ્યું હતું. છટકામાં ઉમરગામ મામલતદાર અમિત ઝડફિયા રૂ.5 લાખની લાંચ સ્વીકારતા પકડાઇ ગયા હતા.ઉમરગામમાં મામલતદાર જ પાંચ લાખની લાંચ લેતા ઝડપાતા અન્ય લાંચિયા કર્મચારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે.

ગુજરાત સહિત વલસાડ જિલ્લાના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

 

Published On - 9:39 am, Wed, 24 May 23

Next Video