ભરૂચ-અંકલેશ્વરમાં ઔદ્યોગિક એકમોમાં આગની બે અલગ- અલગ ઘટનાઓથી દોડધામ મચી, 2 કામદાર દાઝ્યા

|

Dec 22, 2022 | 1:05 PM

અંકલેશ્વર જીઆઈડીસીમાં એશિયન પેઇન્ટ ચોકડી નજીક સોલ્વન્ટના ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી. સોલ્વન્ટ અત્યંત જ્વલનશીલ પદાર્થ છે. સોલ્વન્ટના મોટા જથ્થામાં આગના કારણે ચિંતા જન્મી હતી. આગની ઘટનામાં કંપનીના બે કામદાર દાઝી ગયા હતા.

આજે બપોરે 12 વાગ્યાના અરસામાં ભરૂચ અને અંકલેશ્વર જીઆઇડીસીમાં એકજ સમયે ઇમરજન્સી સાયરન ગુંજી ઉઠતા દોડધામ મચી હતી. અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ સોલ્વન્ટના ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી. ગણતરીની પળોમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. ઘટનામાં ગોડાઉનમાં કામ કરતા બે કામદારો દાઝી જતા તેમને સારવાર માટે ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આગ ઉપર કાબુ મેળવવા ફાયર બ્રિગેડને કોલ અપાયો હતો. હજુ તો લાશ્કરો આગ ઉપર કાબુ મેળવે તે પૂર્વે ભરૂચ જીઆઇડીસીમાં પણ આગની ઘટનાએ તંત્રને દોડતું કર્યું હતું.અહીં પણ પેટ્રોકેમ કંપનીમાં આગ લાગી હતી. ભરૂચ જીઆઈડીસીમાં આવેલ વેક્સઓઇલ કંપનીમાં આગ લાગી હતી જેને પણ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગ ઉપર કાબુ મેળવવા કંપનીની ફાયર સેફટી સિસ્ટમ સફળ ન રહેતા નગર પાલિકાને કોલ અપાયો હતો. ૫ ફાયર ફાઈટર ઘટનાસ્થળે પહોંચ્યા હતા.

અંકલેશ્વરમાં સોલ્વન્ટના ગોડાઉનમાં આગ લગતા 2 કામદાર દાઝ્યા

અંકલેશ્વર જીઆઈડીસીમાં એશિયન પેઇન્ટ ચોકડી નજીક સોલ્વન્ટના ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી. સોલ્વન્ટ અત્યંત જ્વલનશીલ પદાર્થ છે. સોલ્વન્ટના મોટા જથ્થામાં આગના કારણે ચિંતા જન્મી હતી. આગની ઘટનામાં કંપનીના બે કામદાર દાઝી ગયા હતા. આગ ઉપર કાબુ મેળવવા ૫ થી વધુ ફાયર ફાઈટર મદદે બોલાવાયા હતા.

ભરૂચમાં પેટ્રોકેમ કંપનીમાં આગ લાગી

ભરૂચ જીઆઈડીસીમાં આવેલ પેટ્રોકેમ કંપની વેક્સઓઇલમાં પણ આજ સમયે આગ ફાટી નીકળી હતી. આજ્ઞા રૌદ્ર સ્વરૂપને જોતા ભરૂચ નગરપાલિકાના ફાયર ફાઈટર મદદે બોલાવાયા હતા.૫ ફાયર ફાઈટર આગ ઉપર કાબુ મેળવવાના કામમાં જોતરાયા હતા. આ ઘટનામાં સદનશીબે કોઈ જાનહાની નોંધાઈ નથી જોકે લાખોના નુકસાનનો અંદાજ લગાવાઈ રહ્યો છે.

 

 

Published On - 1:05 pm, Thu, 22 December 22

Next Video