Surat : ચૂંટણીના માહોલ વચ્ચે MH પાસીંગની કારમાંથી મળ્યા 75 લાખ રોકડા, જાણો ક્યા પક્ષનું બહાર આવ્યુ કનેક્શન ?

|

Nov 23, 2022 | 12:09 PM

બઈ પાસિંગની કારમાં રૂપિયા લઈને આવેલા બે વ્યક્તિની હાલ પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે. બંને વ્યક્તિમાં એક રાજસ્થાન અને એક વ્યક્તિ રાંદેરનો રહેવાસી છે.

ગુજરાત એસેમ્બલી ઈલેક્શન 2022 :એક તરફ ગુજરાતમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે અને બીજી તરફ રૂપિયાની હેરાફેરીએ પોલીસની ચિંતા વધારી છે. સુરતમાં કારમાંથી લાખો રૂપિયા મળી આવતા પોલીસ દોડતી થઈ છે. માહિતી મુજબ સુરતના મહિધરપુરામાં એક કારમાંથી 75 લાખ રૂપિયાની રોકડ રકમ મળી આવી છે. મુંબઈ પાસિંગની કારમાં રૂપિયા લઈને આવેલા બે વ્યક્તિની હાલ પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે. બંને વ્યક્તિમાં એક રાજસ્થાન અને એક વ્યક્તિ રાંદેરનો રહેવાસી છે. પ્રાથમિક તપાસમાં આ રોકડ રકમ રાજકીય પાર્ટી માટે હોવાનું અનુમાન છે.

આપને જણાવી દઈએ કે, જપ્ત કરાયેલી કારમાંથી મોટા પ્રમાણમાં કોંગ્રેસની પત્રિકાઓ મળી આવી છે. જેથી શંકાની સોય હાલ કોંગ્રેસ તરફ છે. હાલ તો પોલીસે ક્યાંથી રૂપિયા મંગાવવામાં આવ્યા, કોના દ્વારા મંગાવવામાં આવ્યા. તેનો તાગ મેળવવા સુરત જિલ્લા કલેક્ટરની ટીમ પણ જોતરાઈ છે.

બે વ્યક્તિની પોલીસ દ્વારા પૂછપરછ હાથ ધરાઈ

દારૂની હેરફેર ન થાય તે માટે પોલીસે રાજ્યની તમામ ચેકપોસ્ટ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો છે, ત્યારે આ અગાઉ ગીર સોમનાથમાં ચૂંટણી સમયે જ MLA લખેલી કારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો હતો. દીવ તરફથી આવતી MLA લખેલી કારની તપાસ કરતાં તેમાંથી વિદેશી દારૂ ઝડપાયો હતો. પાલિતાણા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ દારૂ સાથે ઝડપાયા હતા. દીવ નજીક આવેલી ઉનાની માંડવી ચેક પોસ્ટ પાસે પોલીસે કારમાં તપાસ કરતા 251 બોટલ દારૂ મળી આવ્યો હતો. પોલીસે આ મામલે ત્રણ શખ્સોની ધરપકડ કરી 8 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ બધાની વચ્ચે ફરી એક વાર આ પ્રકારની ઘટના સામે આવતા પોલીસ દોડતી થઈ ગઈ છે.

Published On - 8:07 am, Wed, 23 November 22

Next Video