Gujarati Video: બનાસકાંઠાના ભાભર-સૂઈગામ હાઈવે પર સર્જાયો ગમખ્વાર અકસ્માત, એક કિશોર સહિત બેના મોત, Videoમાં કેદ થયા કરુણ દ્રશ્યો

| Edited By: | Updated on: Feb 26, 2023 | 11:40 AM

ભાભર-સૂઈગામ હાઈવે પર ટેન્કરે અને એકિટવાને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. આ ગમખ્વાર અકસ્માતમાં ટેન્કરની ટક્કર વાગવાના કારણે એક કિશોર સહિત બેના મોત થયા છે.

રાજ્યમાં અકસ્માતની ઘટના વારંવાર જોવા મળે છે. આવી જ એક ઘટના બનાસકાંઠાના ભાભર – સૂઈગામ હાઈવે પર બની છે. ભાભર – સૂઈગામ હાઈવે પર ટેન્કરે અને એકિટવાને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. આ ગમખ્વાર અકસ્માતમાં ટેન્કરની ટક્કર વાગવાના કારણે એક કિશોર સહિત બેના મોત થયા છે.

આ પણ વાંચો : Mandi : બનાસકાંઠાની ડીસા APMCમાં બાજરાના મહત્તમ ભાવ રૂપિયા 3071 રહ્યા, જાણો જુદા-જુદા પાકના ભાવ

રાજ્યમાં બનેલી અન્ય અકસ્માતની ઘટના

બીજી તરફ આજે વિરમગામ-માલવણ હાઈવે પર હિટ એન્ડ રનની ઘટનામાં એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત થયું છે. જ્યારે બે લોકો ઈજાગ્રસ્ત થતાં સારવાર માટે ખસેડાયા છે. મોરબી ગોધરા રૂટની એસટી બસે મોટી મજેઠી ગામ પાસે મોડી રાતે બાઈક ચાલકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. જેમાં એક યુવકનું મોત થયું છે. જ્યારે બે લોકો ઇજાગ્રસ્ત થતાં સારવાર માટે ખસેડાયા છે.

આ અગાઉ મહિસાગર જિલ્લામાં જાન લઇને લગ્નમાં જતો ટેમ્પો ખાઈમાં ખાબક્યો હતો. આ ઘટનામાં ટેમ્પોમાં જઈ રહેલા 9 જાનૈયાઓના મોત થયા. જ્યારે જાનમાં જઈ રહેલા અન્ય 22 લોકો ઈજાગ્રસ્ત થયા છે. 108 મદદ લઈ લુણાવાડા સરકારી હોસ્પિટલમાં ખસેડાયા છે. એલસીબી અને એસઓજીની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી.