Vadodara : બિઝનેસમેન સાથે રૂપિયા 2.81 કરોડની ઠગાઇ કરનાર વધુ બે આરોપી ઝડપાયા
અમદાવાદના(Ahmedabad) બિઝનેસમેન નુપલ શાહ સાથે રૂપિયા 2.81 કરોડની ઠગાઇ(Fraud) કરનાર વધુ બે આરોપી ઝડપાયા છે. વડોદરા(Vadodara) ક્રાઇમ બ્રાન્ચે(Crime Branch) બંને આરોપીની હૈદરાબાદથી ધરપકડ કરી છે.
અમદાવાદના(Ahmedabad) બિઝનેસમેન નુપલ શાહ સાથે રૂપિયા 2.81 કરોડની ઠગાઇ(Fraud) કરનાર વધુ બે આરોપી ઝડપાયા છે. વડોદરા(Vadodara) ક્રાઇમ બ્રાન્ચે(Crime Branch) બંને આરોપીની હૈદરાબાદથી ધરપકડ કરી છે. ધંધામાં રોકાણ કરવાના નામે અલગ અલગ સમયે RTGS દ્વારા કરોડો રૂપિયા મેળવી લીધા હતા. તેમજ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા તથા ભારત સરકારની પ્રતિષ્ઠીત સંસ્થાઓના લેટર પેડ બનાવી કરોડોની ઠગાઈ આચરી હતી.. વડોદરાના રણું ભરવાડ અને નાસિકના મનોજ નિકમ સહિત 7 વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે… તેમજ ફરાર આરોપીને ઝડપવા પોલીસે તપાસ આદરી છે.
અન્ય આરોપીઓ
(૧) રણુભાઇ ભીખાભાઇ ભરવાડ
(૨) રાજગુરૂ રાધેબાપુ
(૩) જીતેંદ્ર ઉર્ફે પપ્પુ જૈન
(૪) મનોજ સજ્જનરાવ નિકમ
(૫) રૂપનેર રામારાવ
(૬) જી.વી.સુધીંદ્ર
(૭) વિજય રણુભાઇ ભરવાડ
શું છે સમગ્ર મામલો ?
તા. 21/09/ 2020 થી તા 21/02/2021 સુધીના સમયગાળામા આરોપીઓએ RTGS દ્વારા રૂપિયા ખંખેરી લીધા હતા. તેમજ ફરિયાદીના ખાતામાંથી RTGS/NEFT દ્વારા કુલ્લે રૂપિયા ૨,૮૧ કરોડ ટ્રાન્સફર કરાવી લીધા હતા. ફરીયાદીએ આપેલ નાણાં પરત માંગતા એક્સીસ બેંકના પેમેંટ બુકિંગ ટ્રેકિંગ રીસીપ્ટ તથા રેમીટન્સને લગતા ડોક્યુમેન્ટ તથા થાઇબેવરેજીસ કંપનીનો ખોટો લેટરપેડ બનાવી છેતરપિંડી કરી હતી. તેમજ આ અગાઉ મહારાષ્ટ્રના નાસિકના જાણિતી શૈક્ષણિક સંસ્થાઓના સંચાલક મનોજ નિકમની મહારાષ્ટ્રના નાસિકથી કરવામાં આવી હતી ધરપકડ