અરવલ્લીઃ ભિલોડાના ઓડ ગામે ચેકડેમમાં નહાવા પડેલા બે માસૂમ બાળકોના મોત, જુઓ વીડિયો

|

Jul 06, 2024 | 11:46 AM

ઓડ ગામે ચેકડેમમાં નહાવા માટે પડેલા બે માસૂમ બાળકો ડૂબી જતા પોતાનો જીવ ગૂમાવ્યો છે. બંને માસૂમ બાળકો નજીકમાં રહેલા ચેકડેમમાં ભરાયેલા વરસાદી પાણીમાં નહાવા માટે પડ્યા હતા. આ દરમિયાન બંને ડૂબી જવા પામ્યા હતા. ઘટના અંગે શામળાજી પોલીસે તપાસ હાથ ધરી હતી.

ભિલોડાના ઓડ ગામે ચેકડેમમાં નહાવા માટે પડેલા બે માસૂમ બાળકો ડૂબી જતા પોતાનો જીવ ગૂમાવ્યો છે. શાળા છૂટ્યા બાદ બંને બાળકો સાંજના સમયે બકરા ચરાવવા માટે ગામની સીમમાં પહોંચ્યા હતા. જ્યાં બંને માસૂમ બાળકો નજીકમાં રહેલા ચેકડેમમાં ભરાયેલા વરસાદી પાણીમાં નહાવા માટે પડ્યા હતા. આ દરમિયાન બંને ડૂબી જવા પામ્યા હતા.

9 વર્ષની પ્રિયાંશી ફનાત અને 5 વર્ષનો પ્રિન્સ ફનાત બંને ડૂબી જવાને લઈ મોતને ભેટ્યા હતા. ઘટનાને લઈ બચાવ માટે સ્થાનિકો દોડી આવ્યા હતા પરંતુ બચાવની આશાઓ સફળ થઈ શકી નહોતી અને બંનેના મૃતહેદ ચેકડેમમાંથી મળી આવ્યા હતાં. બંને માસૂમના મૃતદેહ શામળાજી હોસ્પિટલ પોસ્ટ મોર્ટમ માટે લઈ જવાયા હતા. ઘટના અંગે શામળાજી પોલીસે તપાસ હાથ ધરી હતી.

આ પણ વાંચો: ચેમ્પિયન્સ ટ્રોફી 2025 પહેલા પાકિસ્તાનની નવી ચાલ, PCB એ લીધો મોટો નિર્ણય

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

 

Next Video