ગુજરાતમાં ફરી કોરોનાની એન્ટ્રી, કોવિડના બે કેસ સામે આવ્યા

|

Dec 19, 2023 | 11:47 PM

ગુજરાતમાં પણ એન્ટ્રી કરતાં ફરી ચિંતા વધારી છે. રાજ્યમાં કોવિડના બે કેસ સામે આવ્યા છે. બંને દર્દીઓની ટ્રાવેલ હિસ્ટ્રીની વાત કરીએ તો, તેમણે દક્ષિણ ભારતમાં મુસાફરી કરી હતી. તો બંને દર્દીઓની તબિયત હાલ સ્થિર હોવાનું સામે આવ્યું છે.

કોરોના વાયરસે ફરી એકવાર વાપસી કરી છે. કોરોના વાયરસના નવા સબ-વેરિઅન્ટે વિશ્વમાં ફરી એકવાર ટેન્શન વધાર્યું છે. ભારતમાં કેરળમાં આ વાયરસના કેસ સામે આવ્યા હતા. ત્યારે કોરોનાએ ગુજરાતમાં પણ એન્ટ્રી કરતાં ફરી ચિંતા વધારી છે. રાજ્યમાં કોવિડના બે કેસ સામે આવ્યા છે.

આ પણ વાંચો રાજકોટ વીડિયો : સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની કતાર, એક સપ્તાહમાં 1600 થી વધારે નોંધાયા કેસ

આ બંને કેસ ગાંધીનગરમાં નોંધાયા છે. બે મહિલાઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં હાલ બન્ને દર્દીઓ હોમઆઇસોલેશન હેઠળ છે. બંને દર્દીઓની ટ્રાવેલ હિસ્ટ્રીની વાત કરીએ તો, તેમણે દક્ષિણ ભારતમાં મુસાફરી કરી હતી. તો બંને દર્દીઓની તબિયત હાલ સ્થિર હોવાનું સામે આવ્યું છે.

છેલ્લા કેટલાક દિવસોથી ભારતમાં વધતા કોરોના કેસોએ ફરી એકવાર ચિંતા વધારી છે. આ વાયરસના કેસ અમેરિકા, ચીન, સિંગાપોર, ભારત અને કેટલાક યુરોપિયન દેશોમાં જોવા મળ્યા છે. સિંગાપોરમાં આ વાયરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 5:35 pm, Tue, 19 December 23

Next Video