Tv9 Exclusive: આ રીતે થયો પેપર લીક કાંડ! કોણે ક્યાંથી કોને આપ્યું પેપર? કોણે કરાવ્યું સોલ્વ? જાણો સમગ્ર માહિતી

| Edited By: | Updated on: Dec 17, 2021 | 12:52 PM

Sabarkantha: TV 9 પાસે Exclusive માહિતી આવી છે. માહિતી અનુસાર FIR માં જયેશ પટેલ મુખ્ય આરોપી હોવાનું સામે આવ્યું છે.

Head clerk paper leak: પેપર લીક કાંડ મુદ્દે TV 9 પાસે Exclusive માહિતી આવી છે. માહિતી અનુસાર FIR માં જયેશ પટેલ મુખ્ય આરોપી હોવાનું સામે આવ્યું છે. તો હેડ કલાર્કની પરીક્ષાની ભાગ-1ની B સિરીઝનું પેપર લીક થયું હતું. જણાવી દઈએ કે જયેશ પટેલે જશવંત પટેલ અને તેના પુત્ર દેવલને પેપર આપ્યું હતું. ત્યારે દેવલે તેના સસરા મહેન્દ્ર પટેલના ઘરે 5 પરિક્ષાર્થીઓને પેપર આપ્યું હોવાની વાત સામે આવી છે.

ધ્રુવ બારોટ સહિત પાંચેય પરિક્ષાર્થીઓને પેપર સોલ્વ કરાવ્યું હતું. અને મહેન્દ્ર પટેલ અને દેવલે પુસ્તકો આપી પેપર સોલ્વ કરાવ્યું હોવાની માહિતી સામે આવી છે. આ બાજુ ચિંતન પટેલે અન્ય 6 પરિક્ષાર્થીઓને પેપર સોલ્વ કરાવ્યું હતું. દેવલના પિતાના ખેતરમાં આવેલા ઘરમાં પેપર સોલ્વ કરાવ્યું હતું.

આ તમામના મોબાઈલ વિનય હોટલ, પ્રાંતિજ ખાતે સ્વીચ ઓફ કરાવ્યા હતા. તો બધાને 12 ડિસેમ્બરે સવારે તમામ પરિક્ષાર્થીઓને પરીક્ષા કેન્દ્ર પર પહોંચાડ્યા હતા. વિદ્યાર્થીઓને અલગ અલગ વાહનોમાં પરીક્ષા કેન્દ્ર પર પહોંચાડ્યા
પરીક્ષા બાદ તમામને મોબાઈલ પરત અપાયા હોવાની વાત સામે આવી છે. જયેશ પટેલે પેપરની એક નકલ દર્શન વ્યાસને આપી હતી. દર્શને આ નકલ કુલદીપને આપી હતી. કુલદીપે 5 વ્યક્તિને તેના ઘરે પેપર સોલ્વ કરાવ્યું હતું. તો સુરેશ પટેલ સાથે અન્ય પરિક્ષાર્થીઓને કુલદીપે વિસનગરના બાસણા ગામે મોકલ્યા હતા.

 

આ પણ વાંચો: DANG : ગ્રામ પંચાયતની ચૂંટણી પહેલા સાપુતારામાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ, ટામેટાની આડમાં છુપાવ્યો હતો દારુ

આ પણ વાંચો: પેપર લીક કેસમાં અસિત વોરાને પદથી હટાવી પૂછપરછ કરવા યુવરાજ સિંહની માગ, કહ્યું ‘ગોપનીય પુરાવા ગૃહ રાજ્યમંત્રીને જ આપીશું’