રાજકોટ ખાતે TV9ના એજ્યુકેશન એક્સપોમાં બીજા દિવસે પણ વિદ્યાર્થીઓનો ધસારો, જુઓ-VIDEO

છેલ્લા ઘણા વર્ષોની વિદ્યાર્થી માટે આ એક્સપોનું આયોજન કરવામાં આવતુ રહ્યું છે ત્યારે તેના ધ્વારા વિદ્યાર્થીઓને એજ્યુકેશનની માહિતી મળતી રહે તે માટે આ વર્ષે પણ એક્સોની શરુઆત કરવામાં આવી છે. દર વર્ષે અહીં વિદ્યાર્થીઓને બદલાતી ટેકનોલોજી સાથે નવા કોર્સીસને લઈને પણ માહિતી આપવામાં આવે છે.

| Edited By: | Updated on: May 19, 2024 | 3:30 PM

રાજકોટ શહેરમાં TV9 દ્વારા એજ્યુકેશ એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે જેને લઈને ગઈકાલથી વિદ્યાર્થીઓની આ એક્સપોમાં મુલાકાત લેવા માટે ધસારો જોવા મળી રહ્યો છે. TV9 ગુજરાતી છેલ્લા ઘણા વર્ષોથી રાજકોટ શહેરમાં વિદ્યાર્થીઓને ભણતરને લઈને વિવિધ કોર્સીસ સહિતની અભ્યાસપૂર્ણ માહિતી મળી રહે તે હેતુ સાથે એજ્યુકેશન એક્સપોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે આ વર્ષે આ એક્સપોનો ગઈકાલે જ પ્રારંભ થયો હતો.

 TV9ના એજ્યુકેશન એક્સપોમાં વિદ્યાર્થીઓનો ધસારો

આ એક્સપોમાં વિદ્યાર્થીઓને એક જ સ્થળે અનેક યુનિવર્સિટીઓનું માર્ગદર્શન મળશે આ સાથે વિદ્યાર્થીને કોર્સીસને લઈને પણ માહિતી આપવામાં આવી રહી છે. TV9 ગુજરાતીના એક્સપોમાં નિષ્ણાતો દ્વારા બાળકોને કઈ ફિલ્મમાં આગળ વધવાને લઈને ઉદ્ભવતી મૂંઝવણ દૂર કરવામાં આવી રહી છે. ત્યારે Tv9ના એક્સપોમાં બીજા દિવસે પણ વિદ્યાર્થી અને વાલીઓનો ધસારો જોવા મળ્યો હતો.

કોલેજ, કોર્સ સહિત ફોરેન એજ્યુકેશનની પણ અપાય છે માહિતી

આ એક્સપોમાં ધોરણ 10 અને 12 પાસ કરેલ વિદ્યાર્થીઓના કરિયરને લઈને માહિતી આપવામાં આવી રહી છે. આ એક્સપોમાં કોલેજ અનો કોર્સની માહિતીથી લઈને ફોરેન એજ્યુકેશનને લઈને પણ વિદ્યાર્થીઓ અને વાલીઓને માહિતી આપવામાં આવી રહી છે.