Surat : કામરેજના પારડી ગામ પાસે બેકાબૂ ટ્રકે કારને અડફેટે લીધી, જુઓ Video

|

Apr 27, 2024 | 4:59 PM

સુરતના કામરેજ પાસે બેકાબૂ ટ્રકે કારને અડફેટે લીધી હોવાની ઘટના બની છે. કામરેજના ધોરણ પારડી ગામે પેટ્રોલ પંપ પર આ ઘટના બની હતી. ઘટનામાં કારચાલક અને પેટ્રોલ પંપના કર્મચારીનો આબાદ બચાવ કરવામાં આવ્યો છે. 

રાજ્યમાં અવારનવાર અકસ્માતની ઘટના બનતી રહે છે. ત્યારે આજે પણ આવી જ એક ઘટના સુરતના કામરેજ પાસે બની છે. સુરતના કામરેજ પાસે બેકાબૂ ટ્રકે કારને અડફેટે લીધી હોવાની ઘટના બની છે. કામરેજના ધોરણ પારડી ગામે પેટ્રોલ પંપ પર આ ઘટના બની હતી. ઘટનામાં કારચાલક અને પેટ્રોલ પંપના કર્મચારીનો આબાદ બચાવ કરવામાં આવ્યો છે.

બીજી તરફ આજે સુરતમાં રખડતા ઢોરની અડફેટે આધેડનું મોત થયુ છે. બારડોલી નવદુર્ગા સોસાયટીમાં ઢોરે આધેડને અડફેટે લીધા હોવાનું સામે આવ્યુ છે. રખડતા ઢોરે અડફેટે લેતા ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે. પિતા-પુત્ર પર રખડતા ઢોરે  હુમલો કર્યો હતો. ઢોર પકડવાની કામગીરી મુદ્દે પાલિકા સામે સ્થાનિકોએ સવાલો ઉભા કર્યા છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video