Tapi : પાર તાપી રિવર લિંક પ્રોજેક્ટ રદ કરવાની માંગ સાથે આદિવાસી સમાજે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું
દક્ષિણ ગુજરાત માટે અતિ મહત્વની એવી તાપી-પાર-નર્મદા રિવર લિંક અપ યોજના સ્થગિત કરવામાં આવી છે. ગુજરાત વિધાનસભામાં નાણાં પ્રધાન કનુ દેસાઈએ તે અંગેની સત્તાવાર જાહેરાત કરી હતી. રાજ્યના આદિવાસી સમાજના લોકો તાપી-પાર-નર્મદા રિવર લિંક યોજનાનો લાંબા સમયથી વિરોધ કરી રહ્યાં હતા. આ યોજનાથી આદિવાસીઓને ઘર-મકાન છિનવાઈ જવાનો ડર હતો.
ગુજરાત(Gujarat) સરકાર દ્વારા પાર તાપી રિવર લિંક પ્રોજેક્ટને(Par Tapi River Link Project) સ્થગિત કરવાની સત્તાવાર જાહેરાત કરી છે. જો કે બીજી તરફ પાર તાપી રિવર લિંક પ્રોજેક્ટ રદ કરવાની માંગ સાથે આદિવાસી સમાજ(Tribal Community) લડી લેવાના મૂડમાં દેખાઇ રહ્યો છે.ડેમ બનાવવાનો પ્રોજેક્ટ સ્થગિત કરવાની સરકારની જાહેરાત બાદ પણ આદિવાસી સમાજમાં રોષ જોવા મળ્યો છે. સોનગઢમાં વિશાળ રેલી બાદ આદિવાસી સમાજનું સંમેલન યોજાયું હતું. જેમાં વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ સહિત કોંગ્રેસના આગેવાનોની ઉપસ્થિતિમાં આદિવાસીઓનું વિશાળ સંમેલન યોજાયું હતું.જેમાં સરકાર વિરૂદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર કરાયા હતા.એટલું જ નહીં પ્રોજેક્ટ રદ કરવાની માંગ સાથે આદિવાસી સમાજ કેન્દ્ર સરકારને 11 હજાર 111 પોસ્ટ કાર્ડ મોકલાશે સાથે જ આદિવાસી સમાજે ચીમકી ઉચ્ચારી કે જો સરકાર પ્રોજેક્ટ રદ નહીં કરે તો તો ઉગ્ર આંદોલન કરાશે.
તાપી-પાર-નર્મદા રિવર લિંક અપ યોજના સ્થગિત કરવામાં આવી
ઉલ્લેખનીય છે કે, દક્ષિણ ગુજરાત માટે અતિ મહત્વની એવી તાપી-પાર-નર્મદા રિવર લિંક અપ યોજના સ્થગિત કરવામાં આવી છે. ગુજરાત વિધાનસભામાં નાણાં પ્રધાન કનુ દેસાઈએ તે અંગેની સત્તાવાર જાહેરાત કરી હતી. રાજ્યના આદિવાસી સમાજના લોકો તાપી-પાર-નર્મદા રિવર લિંક યોજનાનો લાંબા સમયથી વિરોધ કરી રહ્યાં હતા. આ યોજનાથી આદિવાસીઓને ઘર-મકાન છિનવાઈ જવાનો ડર હતો. આ અંગેનો નિર્ણય અમિત શાહ, ગજેન્દ્ર શેખાવત, સી. આર. પાટીલ અને અન્ય સાંસદો, ધારાસભ્યોની બેઠકમાં જ લેવાઈ ગયો હતો. જેની બાદ રાજ્ય સરકારે વિધાનસભા ગૃહમાં તેની સત્તાવાર જાહેરાત કરી હતી.
આ પણ વાંચો : Rajkot : PGVCLની બેદરકારી સામે આવી, 1BHKના સરકારી આવાસ ધારકને ફટકાર્યુ 1.84 લાખનું બિલ
આ પણ વાંચો : અમદાવાદ : કેલિફોર્નિયામાં આંતરરાષ્ટ્રીય કળા મહોત્સવ ‘જૂઈ- મેળો ‘ 2022 ની શાનદાર ઉજવણી