Rajkot : ગોંડલ માર્કેટયાર્ડનો નવતર પ્રયોગ, હવે ટ્રાન્સપોર્ટરોને ટ્રાફિકની સમસ્યાથી મળશે છૂટકારો

|

May 26, 2022 | 2:28 PM

Gondal : જો કોઈપણ ટ્રક ચાલક યાર્ડમાં બિનઅધિકૃત રીતે પોતાનું વાહન પાર્ક કરશે તો તેઓની પાસેથી રૂપિયા 200નો દંડ વસૂલવામાં આવશે. આ નિયમ માર્કેટયાર્ડના ચેરમેન, ડિરેક્ટરો અને કર્મચારીઓ સહિતના લોકોને લાગુ પડશે.

હવે રાજકોટના (Rajkot) ગોંડલ માર્કેટયાર્ડમાં (Gondal Market Yard) ટ્રાન્સપોર્ટરોને ટ્રાફિકની સમસ્યાથી છૂટકારો મળશે. ટ્રાફિકની (Traffic) સમસ્યા ન સર્જાય તે માટે માર્કેટયાર્ડમાં 20 વિઘા જમીનમાં ટ્રાન્સપોર્ટ નગર બનાવવામાં આવ્યું છે. જેને લઈને 1000 માલવાહક વાહનોને (Vehicle) સમાવી શકાય તેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. ડ્રાઇવરો માટે આધુનિક ઓફિસ પણ બનાવવામાં આવી છે. સાથે લાઈટ, પાણી, બાથરૂમ, મિનરલ વોટર, મોબાઈલ ચાર્જિંગ સહિતની સુવિધાઓથી ડ્રાઈવરોને મોટી રાહત થશે.

ઉપરાંત માર્કેટયાર્ડમાં ટ્રાફિક ન સર્જાય તે માટે અંદર આવતા વાહનો માટે નિયમો કડક બનાવાયા છે. જો કોઈપણ ટ્રક ચાલક યાર્ડમાં બિનઅધિકૃત રીતે પોતાનું વાહન પાર્ક કરશે તો તેઓની પાસેથી રૂપિયા 200નો દંડ વસૂલવામાં આવશે. આ નિયમ માર્કેટયાર્ડના ચેરમેન, ડિરેક્ટરો અને કર્મચારીઓ સહિતના લોકોને લાગુ પડશે.

સારા વરસાદથી ધાણાનું મબલખ ઉત્પાદન

ગોંડલ માર્કેટયાર્ડમાં દૂર દૂરથી વેપારીઓ ધાણાની ખરીદી કરવા આવતા હોય છે. આથી ખેડૂતોને પણ સારા ભાવ મળે છે, આ વર્ષે ખૂબ સારો વરસાદ થયો હોવાથી સૌરાષ્ટ્રમાં અનેક ખેડૂતોએ ધાણાનું વાવેતર કર્યું હતું. આથી આ વર્ષે ધાણાનું મબલખ ઉત્પાદન પણ થયું છે. આ વર્ષે ગોંડલ માર્કેટ યાર્ડમાં ગત વર્ષની સરખામણીએ ધાણાનો સારો ભાવ મળી રહ્યો છે. ગોંડલ માર્કેટ યાર્ડ સૌરાષ્ટ્રનું મોટું માર્કેટ યાર્ડ માનવામાં આવે છે.

Next Video