ગોંડલના પોશ વિસ્તારમાં લાંબા સમયથી ધમધમતા કૂટણખાના ઉપર પોલીસનો દરોડો, દલાલની ધરપકડ

ગોંડલના પોશ વિસ્તારમાં લાંબા સમયથી ધમધમતા કૂટણખાના ઉપર પોલીસનો દરોડો, દલાલની  ધરપકડ
પોલીસે યુવતીઓને કરાવી મુક્ત

રાજકોટ (Rajkot)જિલ્લાના ગોંડલમાં પોલીસે સ્ટેશન પ્લોટ વિસ્તારમાં ધમધમતા કૂટણખાના પર દરોડો પાડ્યો હતો અને પરાણે આ વ્યાવસાયમાં ધકેલવામાં આવેલી રાજકોટ તેમજ કોલકાત્તાની 2 યુવતીને (prostitution)મુક્ત કરાવી હતી.

TV9 GUJARATI

| Edited By: Manasi Upadhyay

May 20, 2022 | 8:38 AM

(Rajkot ) ગોંડલના સ્ટેશન પ્લોટમાં ધમધમતા કુટણખાને પોલીસે દરોડો પાડી દેહવિક્રયના (prostitution) ધંધામાં ધકેલાયેલી બે યુવતીને મુક્ત કરાવી હતી.  આ દરોડામાં કૂટણખાનું ચલાવતી મહિલા તેમજ દલાલની પોલીસે ધરપકડ કરી હતી. રાજકોટ (Rajkot) જિલ્લાના ગોંડલમાં પોલીસે (Police) સ્ટેશન પ્લોટ વિસ્તારમાં ધમધમતા કૂટણખાના પર દરોડો પાડ્યો હતો અને પરાણે આ વ્યાવસાયમાં ધકેલવામાં આવેલી રાજકોટ તેમજ કોલકાત્તાની 2 યુવતીને મુક્ત કરાવી હતી.

આ અંગે DYSPએ જણાવ્યું હતું કે શહેરના પોશ વિસ્તાર સ્ટેશન પ્લોટમાં કુટણખાનુ ધમધમી રહ્યું હોવાની બાતમી એ એચ ટી યુ શાખાને મળતા પોલીસે ટીમ સાથે સ્ટેશન પ્લોટ શેરી નંબર 4 માં છટકું ગોઠવ્યું હતું અને ભાડાના મકાનમાં રહેતી મહિલા પાસે ડમી ગ્રાહક મોકલીને આ કૂટણખાનું ઝડપ્યું હતું. તેમજ ત્યાંથી રાજકોટ અને કલકત્તાની બે યુવતીઓને દેહવિક્રયના ધંધામાં ધકેલી દેવામાં આવી હોય બન્ને યુવતીઓને મુક્ત કરાવી કૂટણખાનુ ચલાવતી મહિલા ચંદ્રિકા અને દેહવિક્રયના ધંધાની દલાલી કામ કરતા ચિરાગ અશોકભાઈ ટાંક (રહે નાગડકા તા. ગોંડલ) ની ધરપકડ કરી હતી. પોલીસે આ ઘટનામાં ઇમોરલ ટ્રાફીક પ્રિવેન્‍શન એકટ ૧૯૫૬ ની કલમ ૩,૪,૫,મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

તો બીજી તરફ પોલીસના દરોડાને પગલે ભાડે આપવામાં આવેલા મકાનના માલિક સચિન મનસુખભાઈ પીઠવાની પણ પોલીસે પૂછપરછ હાથ ધરી છે, સ્ટેશન પ્લોટની જે શેરીમાંથી કુટણખાનું ઝડપાયું ત્યાં પંદરસો – બે હજાર રૂપિયામાં પણ કોઈ મકાન ભાડે રાખતું નથી ત્યારે ઊંચા ભાવે આ મકાન ભાડે આપવામાં આવ્યું હોવાની બાબત પણ સ્થાનિક સ્તરે ચર્ચાનો વિષય બની હતી.

મુક્ત થયેલી યુવતીઓએ જણાવી વિતકકથા

મુક્ત કરાવવામાં આવેલી યુવતીઓએ પોલીસને પોતાની વિતકકથા જણાવતા કહ્તું હતું કે મહિલા દલાલ એક ગ્રાહક પાસેથી 1000 રૂપિયા લેતી હતી અને બન્ને યુવતીઓને એક ગ્રાહક દીઠ માત્ર પાંચસો રૂપિયા આપતી હતી. તો દિવસ દરમિયાન પાંચ થી સાત ગ્રાહકો રોજિંદા દલાલ ચિરાગ શોધી લાવતો હતો. પોલીસે આ અંગે વધઝુ તપાસ હાથ ધરી છે તેમજ આ બે યુવતીઓની સાથે અન્ય યુવતીઓ પણ આ  વ્યવસાય સાથે સંકળાયેલી હતી  કે કેમ તે અંગેની તપાસ હાથ ધરી છે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati