Mehsana: વિધાનસભાના અંદાજપત્ર સત્રમાં ભાજપ સરકારને ભીંસમાં લેવા કોંગ્રેસે કરી તૈયારી, ધારાસભ્યોની યોજાઈ તાલીમ શિબિર

|

Feb 13, 2022 | 1:10 PM

ભૂપેન્દ્ર પટેલ સરકારનું પ્રથમ બજેટ, માર્ચમાં યોજાનાર વિધાનસભા સત્રમાં રજુ થશે. વિધાનસભાનુ અંદાજપત્ર સત્ર 2 માર્ચથી શરૂ થવાનું છે. ત્યારે મહેસાણામાં વોટર પાર્ક રિસોર્ટમાં કોંગ્રેસના તમામ ધારાસભ્યોની તાલીમ શિબિર યોજાઇ છે. જેમાં વિધાનસભાના બજેટ સત્રમાં ભાજપ સરકારને ઘેરવા માટે ધારાસભ્યોને ટ્રેનિંગ આપવામાં આવી રહી છે.

બીજી માર્ચે શરૂ થતા ગુજરાત વિધાનસભાના અંદાજપત્ર સત્ર (Assembly session)માં ભાજપ સરકાર (BJP government)ને ભીંસમાં લેવા કોંગ્રેસે (Congress)તૈયારી શરૂ કરી દીધી છે. મહેસાણામાં વોટર પાર્ક રિસોર્ટમાં કોંગ્રેસના તમામ ધારાસભ્યોની તાલીમ શિબિર (Training camp) યોજવામાં આવી છે. જેમાં બજેટ સત્રમાં ભાજપ સરકારને ઘેરવા અંગે રણનીતિ ઘડાઇ રહી છે,

ભૂપેન્દ્ર પટેલ સરકારનું પ્રથમ બજેટ સત્ર 2 માર્ચથી શરૂ થવાનું છે. ત્યારે મહેસાણામાં વોટર પાર્ક રિસોર્ટમાં કોંગ્રેસના તમામ ધારાસભ્યોની તાલીમ શિબિર યોજાઇ છે. જેમાં વિધાનસભાના બજેટ સત્રમાં ભાજપ સરકારને ઘેરવા માટે ધારાસભ્યોને ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. આખો દિવસ રિસોર્ટમાં કોંગ્રેસની તાલીમ શિબિર ચાલશે. કોંગ્રેસના મોટા નેતાઓ જ આ અંગેની તાલીમ આપી રહ્યા છે. ધારાસભ્યોને કયા કયા પ્રશ્નો પુછવા તે બાબતની તાલીમ અહીં આપવામાં આવશે. કયા ધારાસભ્યએ કઇ બાબતનો સવાલ ગૃહમાં પુછવો તે અંગે પણ આ બેઠકમાં નક્કી કરવામાં આવશે. ગૃહમાં વિપક્ષનું સંખ્યાબળ પ્રબળ રહે તે માટે પણ આ તાલીમ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે.

કયા ધારાસભ્યએ કઈ બાબત અંગે ગૃહમાં પ્રશ્ન કરવો તે આ કાર્યક્રમમાં નક્કી કરવામાં આવી રહ્યુ છે. આ શિબિરમાં સવાલ પુછવા ખેતી, વ્યવસાય, સામાજિક , કાયદો અને ન્યાય સમગ્ર બાબતે જવાબદારી નક્કી કરવામાં આવી. ગૃહમાં ધારાસભ્યોની સંખ્યા પુરતી રહે તે અંગે પણ તાલીમ શિબિરમાં ચર્ચા કરાઈ છે.

આ પણ વાંચો-

Vadodara: વીમા પોલિસીના T&C પ્રાદેશિક ભાષામાં આપવા ગ્રાહક ફોરમનું સુચન

આ પણ વાંચો-

Junagadh: કુંજ પક્ષીઓને પગમાં સોલાર સંચાલિત GPS ટ્રાન્સમીટર લગાવાયા, તેમની રોજની ગતિવિધીનો હવે સર્વે થશે

 

Next Video