અમદાવાદીઓ વરસાદની અનુભૂતિથી મસ્ત, પરંતુ ટ્રાફિક અને પાણી ભરાવાથી થયા ત્રસ્ત, જુઓ વીડિયો

|

Jul 08, 2022 | 8:51 PM

વરસાદની રાહ જોતા અમદાવાદીઓનું વરસાદ (Rain) ન આવવાનું મેણું ભાગતો હોય તેમ આજે વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરી હતી. પૂર્વ વિસ્તારમાં ધમાકેદાર બેટિંગ કરતા એવો  વરસાદ ખાબક્યો હતો કે અમદાવાદના રસ્તા જાણે સ્વિમિંગ પુલ બની  ગયા હતા  અને ટ્રાફિકજામના દ્રશ્યો જોવા મળ્યા હતા.

Monsoon 2022: લાંબી રાહ જોવડાવ્યા બાદ આખરે અમદાવાદમાં વરસાદનું આગમન થયું હતું. જોકે વરસાદ રાહતની સાથે સાથે મુસીબતો પણ લઈને આવ્યો હતો. અમદાવાદમાં થોડા કલાકો આવેલા વરસાદને પગલે શહેરમાં ઠેર ઠેર સ્થળ ત્યાં જળની પરિસ્થિતિ સર્જાઈ હતી અને ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા. જેમાં અમદાવાદના મોટાભાગના વિસ્તાર પાણીથી જળબંબાકાર (waterlogging) બની ગયા હતા. ગણતરીના કલાકો વરસાદ આવ્યો અને અમદાવાદમાં ઠેર ઠેર રોડ બેસી પડવાની તેમજ કેડ સમાણા પાણી ભરાઈ જવાની ઘટનાઓ સામે આવી હતી. વરસાદની રાહ જોતા અમદાવાદીઓનું વરસાદ (Rain) ન આવવાનું મેણું ભાગતો હોય તેમ આજે વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરી હતી. પૂર્વ વિસ્તારમાં ધમાકેદાર બેટિંગ કરતા એવો વરસાદ ખાબક્યો હતો કે અમદાવાદના રસ્તા જાણે સ્વિમિંગ પુલ બની ગયા હતા અને ટ્રાફિકજામના દ્રશ્યો જોવા મળ્યા હતા

અમદાવાદીઓ વરસાદથી ખુશ અને તકલીફોથી ત્રસ્ત

છેલ્લા  કેટલાય સમયથી વરસાદ માટે તરસી રહેલા અમદાવાદીઓએ વરસાદને મનભરીને  માણ્યો હતો અને  ભજિયા અને દાળવડાંની  દુકાનો પર લાઈનો લાગી હતી. અમદાવાદીઓએ ચાલુ વરસાદમાં ગરમાગરમ મકાઈ અને દાળવડાં ખાવાની જ્યાફત માણી હતી તો બીજી તરફ ટ્રાફિક અને વરસાદી પાણી ભરાવાને લીધે લોકો પહેલા જ વરસાદમાં તોબા પોકારી ઉઠ્યા હતા. CTM, મેઘાણીનગર, ઈસનપુર, વેજલપુર, પાંજરાપોળ સહિતના વિસ્તારોમાં કેડસમા પણી ભરાઈ ગયા હતા. અમદાવાદમાં ભારે વરસાદના પગલે અનેક વિસ્તારોમાં નદીઓ જેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. વિવિધ વિસ્તારોમાં પાણી ભરાવાના પગલે  વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. મુશળધાર વરસાદના પગલે શહેરમાં જનજીવન અસ્તવ્યસ્ત જોવા મળી રહ્યું છે તો સીજી રોડ ઉપર આવેલા  દેવપથ બિલ્ડિંગમાં  ભોંયતળિયાની  જમીન બેસી પડતા ગાડી ફસાઈ ગઈ હતી.

Next Video