અમદાવાદ એરપોર્ટમાં એરસ્ટ્રીપ નજીકથી રમકડાંનું ડ્રોન મળ્યું, સુરક્ષા એજન્સીઓમાં દોડધામ, જુઓ

|

Feb 06, 2024 | 5:54 PM

અમદાવાદના એરપોર્ટમાં એરસ્ટ્રીપની બાજુમાંથી રમકડાંનું ડ્રોન મળી આવ્યુ છે. એરપોર્ટ વિસ્તારમાં સુરક્ષામાં ચૂક સમાન આ ડ્રોન જોવા મળ્યુ છે. CISF અને પોલીસ દ્વારા આ મામલે તપાસ શરુ કરવામાં આવી છે કે, આ ડ્રોન ક્યાંથી અહીં આવી પહોંચ્યુ છે. ડ્રોનને લઈ સુરક્ષા એજન્સીઓમાં દોડધામ મચી ગઈ હતી.

અમદાવાદ શહેરમાં એરપોર્ટ વિસ્તારમાંથી રમકડાંનું ડ્રોન મળી આવ્યું છે. એર સ્ટ્રીપ નજીકથી જ ડ્રોન મળી આવવાને લઈ સુરક્ષા એજન્સીઓમાં દોડધામ મચી ગઈ હતી. ડ્રોન મળી આવવાને લઈ સુરક્ષામાં ગંભીર બેદરકારી હોવાને લઈ સવાલો થઈ રહ્યો છે. ગંભીર ઘટનાને લઈ હવે સુરક્ષા એજન્સીઓએ તપાસ શરુ કરી છે.

આ પણ વાંચો: ‘ગિફ્ટ સિટી’ની જેમ છૂટ મળી હોય એવો દારુનો ‘બાર’ ઝડપાયો! સાબરકાંઠામાં SMCનો દરોડો

CISF અને પોલીસે ડ્રોનના સંદર્ભમાં તપાસ શરુ કરવામાં આવી છે. એરપોર્ટ કેમ્પસમાં ડ્રોન ક્યાંથી અને કેવી રીતે અહીં પહોંચ્યુ એ તમામ વિગતોને લઈ તપાસ શરુ કરવામાં આવી છે. સીસીટીવી સહિતના ફૂટેજ પણ તપાસવાનું શરુ કરવામાં આવ્યુ છે. જોકે આ ડ્રોન છેક એર સ્ટ્રીપ સુધી પહોંચ્યુ એ વાતે હવે સુરક્ષા એજન્સીઓમાં દોડધામ મચાવી મુકી છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video